Reliance Industries: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સરક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાઈક્લિંગનો ઉપયોગ કરનારી ભારતની પહેલી કંપની

Reliance Industries: આ નવું સંશોધન ભારતમાં પ્લાસ્ટિક કચરો ઘટાડીને સરક્યુલર ઈકોનોમીને સહાયરૂપ થવામાં કંપનીની વચનબદ્ધતાની સાક્ષી પૂરે છે

by Hiral Meria
Reliance Industries First Company in India to Use Chemical Recycling for Circular Polymers

 News Continuous Bureau | Mumbai  

 Reliance Industries: વિશ્વના સૌથી મોટા અત્યાધુનિક રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ સંકુલની ઓપરેટર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પ્લાસ્ટિકના કચરા ( Plastic waste ) -આધારિત પાયરોલિસિસ ઓઈલનું ( pyrolysis oil ) ઈન્ટરનેશનલ સસ્ટેઈનિબિલિટી એન્ડ કાર્બન સર્ટિફિકેશન ( ISCC ) – પ્લસ સર્ટિફાઈડ સરક્યુલર પોલિમર્સમાં ( Certified Circular Polymers ) રાસાયણિક રિસાઈક્લિંગ ( Chemical recycling ) કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. આ નવું સંશોધન ભારતમાં પ્લાસ્ટિક કચરાને ઘટાડીને સરક્યુલર ઈકોનોમીનું ( circular economy ) સમર્થન કરવામાં RILની વચનબદ્ધતાની ગવાહી આપે છે.

 RIL દ્વારા સરક્યુરેપોલ™️ (પોલિપ્રોપિલિન) અને સરક્યુરેલેન™️ (પોલિઈથેલિન) નામના ISCC- પ્લસ પ્રમાણિત સરક્યુલર પોલિમર્સની પહેલી બેચને રવાના કરી દેવાઈ છે.

 RIL દ્વારા પ્લાસ્ટિક કચરાનું સ્પેશિયલ સરક્યુલર પોલિમર્સમાં રૂપાંતરણ કરીને પ્લાસ્ટિકને રિસાઈકલ કરવા નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ભારતમાં નવો રસ્તો ખોલાયો છે. આનાથી પર્યાવરણ ઉપર પણ હકારાત્મક અસર જોવા મળશે. કેમિકલ રિસાઈક્લિંગ જેવી નવતર પદ્ધતિઓ દ્વારા RILએ પર્યાવરણની જાળવણી પ્રત્યે પોતાની વચનબદ્ધતાને દર્શાવી છે જેનાથી સરક્યુલર ઈકોનોમીની રચનામાં મદદ મળશે. કંપની પ્લાસ્ટિક કચરાને ઘટાડવાના સ્માર્ટ ઉપાયોને શોધવા તેમજ બીજાને પણ હરિયાળા ભવિષ્ય તરફની આ સફરમાં જોડાવા પ્રેરિત કરવામાં દૃઢપણે માને છે.

 સરક્યુરેપોલ™️ અને સરક્યુરેલેન™️ની ડિઝાઈન સરક્યુલર ઈકોનોમી પ્રણાલિનું નેતૃત્ત્વ કરવા માટે બનાવાઈ છે. RILની જામનગર રિફાઈનરી ISCC-પ્લસ સર્ટિફિકેશન મેળવનારી પ્રથમ રિફાઈનરી બની છે, જેણે પૂરવાર કર્યું છે કે, કેમિકલ રિસાઈક્લિંગ દ્વારા તે સરક્યુલર પોલિમર્સને ઘટાડી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  COVID-19 Cases: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર.. એક જ દિવસમાં 129 કોરોનાના નવા કેસ નોંધાયા… એક્ટિવ કેસની સંખ્યા આટલાને પાર..

 ISCC-પ્લસ સર્ટિફિકેશન સરક્યુલર પોલિમર્સ બનાવવામાં ટ્રેસેબિલિટી તેમજ નિયમોના અનુસરણની ગેરન્ટી આપે છે. RIL દ્વારા એવી ટેકનોલોજી વિકસાવાઈ છે જે સિંગલ-યુઝ તથા મલ્ટિ-લેયર્સ પ્લાસ્ટિક્સ સહિતના પ્લાસ્ટિક કચરાનું પાયરોલિસિસ ઓઈલમાં રૂપાંતરણ કરે છે. કંપની વિશ્વાસુ ભાગીદારો સાથે મળીને આ ઓઈલનું ઉત્પાદન અને તેના બદલામાં સરક્યુલર પોલિમર્સમાં ઉપજ વધારવા માટે કાર્યરત છે.

કેમિકલ રિસાઈક્લિંગના ઘણા લાભો છે, જેમાં નવા પ્લાસ્ટિક માટે પ્લાસ્ટિકના કચરાના હાઈ-ક્વોલિટી મટિરિયલમાં રૂપાંતરણ સહિતનાનો સમાવેશ થાય છે. આ મટિરિયલનો આહારના સંપર્કમાં આવતા પેકેજિંગ માટે ઉપયોગ કરાઈ શકે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like