ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 મે 2020
રિલાયન્સ દ્વારા રાઇટ ઇશ્યૂની તારીખ 14 મે જાહેર કરવામાં આવી છે. રાઇટ ઇશ્યૂમાં શેર ધારકોને તેમના પ્રત્યે 15 શેરની સામે 1 શેર ખરીદવાનો અધિકાર મળશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તેઓને BSE અને NSE તરફથી રાઈટ્સ ઈશ્યૂની પરવાનગી પહેલાં જ મળી ચૂકી છે. જે મુજબ 42 કરોડ 26 લાખ 26 હજાર 894 શેરોની મંજૂરી મળી છે. રાઈટ ઈશ્યૂ માટે શેરદીઠ 1,257 રૂપિયાની કિંમત નક્કી થઈ છે એનો અર્થ કે રાઇટ્સ દ્વારા રીલાયન્સ કુલ 53124 કરોડથી વધુનું ભંડોળ ભેગું કરશે. સાથે જ જણાવ્યું છે કે રાઈટ્સ ઈશ્યુની શરૂઆત અને અંતિમ તારીખ અલગ અલગથી આપવામાં આવશે. નોંધનીય છે કે કંપનીને રાઈટ્સ એનલાઈટમેન્ટની રજૂઆત કરવા માટે ઇન્ટરનેશનલ આઇડેન્ટિફિકેશન નંબર પણ મળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ ત્રણ દાયકા પછી રાઈટ્સ ઈશ્યૂ લાવી રહી છે. જેની પાછળ કંપનીનું લક્ષ્ય છે કે આગામી એક વર્ષમાં સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ જવું..