Site icon

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાઈટ ઇશ્યૂ માટેની રેકોર્ડ તારીખ 14 મે નક્કી કરી. અંતિમ તારીખ પાછળથી જાહેર થશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

11 મે 2020 

રિલાયન્સ દ્વારા રાઇટ ઇશ્યૂની તારીખ 14 મે જાહેર  કરવામાં આવી છે. રાઇટ ઇશ્યૂમાં શેર ધારકોને તેમના પ્રત્યે 15 શેરની સામે 1 શેર ખરીદવાનો અધિકાર મળશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તેઓને BSE અને NSE તરફથી રાઈટ્સ ઈશ્યૂની પરવાનગી પહેલાં જ મળી ચૂકી છે. જે મુજબ 42 કરોડ 26 લાખ 26 હજાર 894 શેરોની મંજૂરી મળી છે. રાઈટ ઈશ્યૂ માટે શેરદીઠ 1,257 રૂપિયાની કિંમત નક્કી થઈ છે એનો અર્થ કે રાઇટ્સ દ્વારા રીલાયન્સ કુલ 53124 કરોડથી વધુનું ભંડોળ ભેગું કરશે. સાથે જ જણાવ્યું છે કે રાઈટ્સ ઈશ્યુની શરૂઆત અને અંતિમ તારીખ અલગ અલગથી આપવામાં આવશે. નોંધનીય છે કે કંપનીને રાઈટ્સ એનલાઈટમેન્ટની રજૂઆત કરવા માટે ઇન્ટરનેશનલ આઇડેન્ટિફિકેશન નંબર પણ મળ્યો છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ ત્રણ દાયકા પછી રાઈટ્સ ઈશ્યૂ લાવી રહી છે. જેની પાછળ કંપનીનું લક્ષ્ય છે કે આગામી એક વર્ષમાં સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ જવું..

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
Exit mobile version