Reliance Industries: પાન કા સ્વાદ, ગજબ કી મીઠાશ.. હવે રિલાયન્સ પાસે.. આટલા કરોડમાં સોદો થયો..

Reliance Industries: પોતાના સ્વાદથી 1990ના દશકમાં બાળકોની મનપસંદ 'રાવલગાંવ'એ પોતાની કેન્ડી બિઝનેસને રિલાયન્સ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડને વેચી દીધી છે.

by Bipin Mewada
Reliance Industries Paan Ka Swad, Gajab Ki Mithash.. Now with Reliance.. Deal for 27 Crores..

News Continuous Bureau | Mumbai 

Reliance Industries: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ કન્ઝ્યુમરે ( Reliance Consumer ) હવે એક બીજી નવી કંપની હસ્તગત કરી છે. આ કંપની કોફી બ્રેક અને પાન પસંદ ટોફી ( Pan Pasand Gold Candy ) સહિત અનેક ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ 82 વર્ષ જૂની કંપની છેલ્લા કેટલાક સમયથી નાણાકીય સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી. આવી સ્થિતિમાં કંપનીએ રિલાયન્સ કન્ઝ્યુમર સાથે કરાર કર્યો છે. અગાઉ મુકેશ અંબાણીની ( Mukesh Ambani ) કંપનીએ કોલ્ડ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ કંપની કેમ્પાને પણ ખરીદી હતી. 

રિલાયન્સ રિટેલ ( Reliance Retail ) વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે રાવલગાંવ સુગર કંપનીનો ( ravalgaon sugar company ) કન્ફેક્શનરી બિઝનેસ ખરીદ્યો છે. તેને ખરીદવાનો સોદો રૂ. 27 કરોડમાં પૂર્ણ થયો છે. આ ડીલમાં મુકેશ અંબાણીની કંપની પાસે ટ્રેડમાર્ક, રેસિપી અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ આવી ગયા છે.

 રાવલગાંવ સુગર કંપની હાલમાં સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં વધતી સ્પર્ધાને કારણે તેનો બજારહિસ્સો ગુમાવી બેઠી છેઃ અહેવાલ…

નોંધનીય છે કે, પાન પસંદ બનાવનારી કંપનીએ શુક્રવારે એક્સચેન્જ ફાઇલિંગમાં આ ડીલ વિશે માહિતી આપી છે. આ કંપનીની સ્થાપના ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદ દ્વારા 1933માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં કરવામાં આવી હતી. 1942માં આ કંપનીએ રાવલગાંવ નામથી ટોફી બનાવવાનું શરૂ કર્યું. હાલમાં આ કંપની પાસે મેંગો મૂડ, કોફી બ્રેક, ટુટ્ટી ફ્રુટી, પાન પસંદ, ચોકો ક્રીમ અને સુપ્રીમ જેવી બ્રાન્ડ્સ છે.

આ સમાચાર પણ વાંચો : Rozgar Mela 2024 : આજે યોજાશે રોજગાર મેળો, PM મોદી આટલા લાખથી વધુ નિમણૂક પત્રનું કરશે વિતરણ, જાણો વિગત

એક અહેવાલ મુજબ, રાવલગાંવ સુગર કંપની હાલમાં સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં વધતી સ્પર્ધાને કારણે તેનો બજારહિસ્સો ગુમાવી બેઠી છે. તેમજ અસરકારક રીતે કામ કરવાની ક્ષમતા વિના કાચા માલ, ઉર્જા અને મજૂરીના ભાવમાં વધારાને કારણે કંપનીના નફાને અસર થઈ છે. તેમ છતાં કંપનીએ હજુ સુધી તેના ઉત્પાદનોની કિંમતમાં વધારો કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ કંપનીએ આ મહિનાની શરૂઆતમાં તેની કન્ઝ્યુમર પેકેજ્ડ ગુડ્સ બ્રાન્ડ ‘Independence’ લોન્ચ કરી હતી. જ્યારે અગાઉ રિલાયન્સ કંપનીએ કેમ્પાને ખરીદી હતી.

Join Our WhatsApp Community

You may also like