News Continuous Bureau | Mumbai
ત્રિમાસિક પરિણામોની હાઈલાઈટ્સની નીચે મુજબ છે.
વિક્રમી ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 41,389 કરોડ, વાર્ષિક 21.8%ની વૃધ્ધિ
જિયોએ 2300 કરતાં વધારે શહેરો/નગરોમાં 5જી કવરેજ પૂરું પાડીને બજારના અગ્રણી તરીકેનું સ્થાન મજબૂત કર્યું
રિલાયન્સ રીટેલે સ્ટોરના પ્રારંભની ગતિ વધારતાં 3,300 નવા સ્ટોર સાથે કુલ વિસ્તાર 65.6 મિલિયન ચોરસ ફૂટ સુધી વિસ્તાર્યો
પરિચાલનમાં શ્રેષ્ઠતા, કાચામાલની શ્રેષ્ઠતમ કિંમત અને સાનુકૂળ પ્રોડક્ટ માર્જિન્સના કારણે O2Cનું વ્યાવયાસિક પ્રદર્શન મજબૂત રહ્યું
કોન્સોલિડેટેડ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ
વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 29,871 કરોડ, 14.3%ની વૃધ્ધિ
વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 12,767 કરોડ, 16.9%ની વૃધ્ધિ
જિયો નેટવર્ક હવે 10 એક્સાબાઇટ પ્રતિ માસ કરે કરી શકે છે, ના.વ.23માં વાર્ષિક 24%ની વૃધ્ધિ
વ્યવસાયમાં સૌથી અગ્રેસર સબસ્ક્રાઇબર વૃધ્ધિ, વર્ષમાં 29 મિલિયન કરતાં વધારે નવા ગ્રાહકોનો ઉમેરો
આ પરિણામો અંગે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે:
“મને એ વાતની નોંધ લેતા આનંદ થાય છે કે, ડિજિટલ કનેક્ટીવિટી અને ઓર્ગેનાઈઝ રિટેલમાં રિલાયન્સની નવતર પહેલો અર્થતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાની સાથે ભારતના વિશ્વના સૌથી વધુ ઝડપથી ઊભરતા અર્થતંત્રોમાંના એક બનવામાં યોગદાન આપી રહી છે.
જિયોએ દેશભરમાં લાખો નાગરિકોને ડિજિટલી સશક્ત બનાવવાનું જારી રાખ્યું છે, અને 6 મહિનાના ટૂંકા ગાળામાં જ 2,300+ શહેરો અને નગરોમાં ખરા અર્થમાં 5Gની પહોંચ વિસ્તારી છે. મોબિલિટી અને FTTH સબસ્ક્રાઈબર બેઝમાં સ્થિર વૃદ્ધિ થકી તેમજ કન્ટેન્ટ તથા ડિજિટલ સેવાઓના બુકેને વિસ્તારીને, જિયોના વ્યાપારે ઓપરેટિંગ નફામાં પ્રભાવશાળી વૃદ્ધિ પૂરી પાડવાનું જારી રાખ્યું છે.
રિટેલ વ્યાપારે ભૌતિક તેમજ ડિજિલ ફૂટપ્રિન્ટના વિસ્તરણ તેમજ ફૂટફોલમાં નોંધપાત્ર વધારા થકી સર્વોત્તમ વૃદ્ધિના આંકડા નોંધાવ્યા છે. વપરાશના બાસ્કેટમાં અમારો પ્રોડક્ટ વ્યાપ વિસ્તારવાનું જારી રાખવાની સાથે અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે અમારા ઉપભોક્તાઓને પોષાય તેવી કિંમતે વિશ્વ-સ્તરીય પ્રોડક્ટ્સ પ્રાપ્ત થાય. અમારી રિટેલ ટીમ ઉપભોક્તા અનુભૂતિ તેમજ શોપિંગની સરળતાને વધારવા પર સતત ધ્યાન આપી રહી છે.
આ સમાચાર પણ વાંચો: વાળ માટે હાઇલાઇટર : વાળને નુકસાન પહોંચાડ્યા વિના ટ્રેન્ડી દેખાવ મેળવા શું કરશો, જોણો વિવધ પ્રોડક્ટ વિશે અહીં.
O2C સેગમેન્ટે વૈશ્વિક અનિશ્ચિતતાઓ તેમજ કોમોડિટી ટ્રેડ ફ્લોમાં વિક્ષેપ વચ્ચે પણ તેનો સર્વોચ્ચ એવો ઓપરેટિંગ નફો નોંધાવ્યો છે. અમારા ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટે પણ અત્યંત મજબૂત વૃદ્ધિ પૂરી પાડી છે અને હવે તે ભારતના ઘરેલુ ગેસ વપરાશમાં આશરે 30% જેટલું યોગદાન આપવા સજ્જ છે.
આ વર્ષે અમે અમારી ફાયનાન્સિયલ સર્વિસ પાંખને ડિમર્જ કરીને નવા એકમ “જિયો ફાયનાન્સિયલ સર્વિસીઝ લિ.”ને લિસ્ટ કરવા માગીએ છીએ. આનાથી અમારા શેરધારકોને આરંભથી જ વૃદ્ધિ માટેના એક રોમાંચકારી નવા પ્લેટફોર્મમાં સહભાગી થવાની તક પ્રાપ્ત થશે.
જામનગરમાં અમારી ન્યૂ એનર્જી ગીગા ફેક્ટરીનું અમલીકરણ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી રહ્યું છે. આનાથી અમે સ્વચ્છ ઊર્જામાં પરિવર્તન તેમજ સાતત્યપૂર્ણ વિકાસને લાગુ કરવાના અમારા ધ્યેયોને હાંસલ કરવા માટેના પથ પર આગળ વધીશું. મારું માનવું છે કે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રિલાયન્સના નોંધપાત્ર રોકાણ તથા વ્યૂહાત્મક ભાગીદારીઓ આવનારા વર્ષોમાં ભારત અને આખા વિશ્વના ઊર્જા ક્ષેત્રમાં ઉત્ક્રાંતિ લાવશે.”
આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાનની આર્થિક કટોકટી: ‘કાશ! મારા દાદા પાકિસ્તાન ન આવ્યા હોત’, પાકિસ્તાની પત્રકારે દેશની આર્થિક સ્થિતિ પર ચોકાવનારું ટ્વિટ કર્યું
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન, આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોએ અમલીકરણની અતુલ્ય ગતિ સાથે દેશભરમાં 5G લાગુ કરવાના ભગીરથ કાર્યમાં હરણફાળ ભરી છે. 5Gએ ઉપભોક્તા અનુભૂતિમાં નોંધપાત્ર સુધારાની દોરવણી કરવાની સાથે જિયો વપરાશકારોમાં એંગેજમેન્ટનું ઊંચુ સ્તર પરાવર્તિત કર્યું છે. જિયો ટેઈલરમેડ ટેકનોલોજી વડે ખૂબ ઝડપી ડિજિટલ સમુદાયના નિર્માણ માટે કટિબદ્ધ છે જે તમામ શેરધારકો માટે આવક અને મૂલ્યમાં સાતત્યપૂર્ણ વૃદ્ધિને જારી રાખશે.”
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ કહ્યું કે, “રિલાયન્સ રિટેલ ભારતમાં વર્ષ-દર-વર્ષ આ ઉદ્યોગમાં અજોડ સ્તરે વૃદ્ધિની આગેકૂચ નોંધાવવાના માર્ગ પર આગળ વધી રહી છે. રિલાયન્સ રિટેલમાં અમે ઈકોસિસ્ટમમાં વિવિધ હિતધારકો અને અમારા બિઝનેસ માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિને જાળવી રાખીને અમારા ગ્રાહકોને અસાધારણ મૂલ્ય પૂરું પાડવા પ્રતિબદ્ધ છીએ. ટેક્નોલોજી, ઇનોવેશન અને નવા બિઝનેસ સેગમેન્ટમાં રોકાણો દ્વારા અમારી ગ્રાહક-કેન્દ્રિત એકાગ્રતાએ અમને ઓપરેશનલ એક્સલન્સનું સર્જન કરવામાં તેમજ ભારતના રિટેલ ક્ષેત્રના પરિવર્તનની દોરવણી કરવામાં મદદ કરી છે.”