ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
એક તરફ ક્રિપ્ટોકરન્સીએ લોકોમાં ઘેલુ લગાડ્યુ છે. મોટા પ્રમાણમાં લોકો તેનામાં રોકાણ કરતા થઈ ગયા છે.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રિપ્ટોકરન્સી સામે લાલ બત્તી કરી છે અને તેના પર પ્રતિબંધ મૂકી દેવાની સલાહ પણ આપી હતી. જોકે કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ મૂકવાને બદલે તેના પર નિયંત્રણ લાવતો ખરડો લાવી રહી છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઓનલાઈન હાજરી પૂરાવીને બિટકોઈન સહિત તમામ ક્રિપ્ટોકરન્સી અને બ્લોકચેન ટેક્નોલોજી પર પોતાનું મંતવ્ય આપ્યું હતું. તેથી ક્રિપ્ટોકરન્સીને લઈને ફરી લોકો વિચાર કરતા થઈ ગયા છે.
મુકેશ અંબાણીએ આ કાર્યક્રમમાં બિટકોઈન, ક્રિપ્ટોકરન્સી તથા બ્લોકચેન ટેક્નોલોજીને લઈને કહ્યુ હતું કે આ બંને વસ્તુમાં ઘણો ફરક છે. ક્રિપ્ટોની સરખામણીમાં બ્લોકચેન આખી અલગ ટેક્નોલોજી છે. છતાં તેઓ તેના પર ભરોસો કરે છે.
વરસાદ ને કારણે કાંદા- બટેટાના ભાવમાં ઘટાડો, ઘરાકી ઓછી અને નવો માલ પણ ઓછો આવ્યો.
એક મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ મુકેશ અંબાણીએ કાર્યક્રમ દરમિયાન એવું પણ કહ્યું હતું કે તેઓ રિયલ ટાઈમમાં વિશ્વાસ રાખે છે અને રિયલ ટાઈમમાં વધુ બદલાઈ જશે. એવું માળખું બનાવવાની આવશ્યકતા છે જેનાથી વિશ્વાસ આધારિત લેણ-દેણ અને વિશ્વાસના આધારે સમાજ બની શકે. વિશ્વાસ અને સમાનતાના આધારિત સમાજ માટે બ્લોકચેન બહુ મહત્વનો છે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા રિયલ ટાઈમ અને બ્લોકચેન ટેક્નોલોજીમાં સ્માર્ટ ટોકન અને ડિજિટલમાં કન્વર્ઝન જ વિકેન્દ્રીત નાણાકીય ક્ષેત્રને એક નવું સ્વરૂપ આપશે.