News Continuous Bureau | Mumbai
Reliance Jio 2GB દૈનિક ડેટા પ્લાન:
Jio ટેલિકોમ કંપની પાસે દરરોજ 2GB ડેટા ઓફર ( Daily Data Plan ) કરતી અનેક પ્રીપેડ યોજનાઓ છે. Jioના આવા પ્રીપેડ પેકની કિંમત 249 રૂપિયાથી શરૂ થાય છે અને 2879 રૂપિયા સુધી તેની કિંમત છે. જો તમને વધુ ડેટાની જરૂર પડે છે અને તમે નવો પ્લાન લેવા માંગો છો તો તમારી માટે jio કંપનીનો 2gb data plan બહુ ઉપયોગી છે. આજે અમે તે Reliance Jio રિચાર્જ પ્લાન વિશે વિગતવાર જાણવા જઈ રહ્યા છીએ જે દરરોજ 2GB ડેટા ઓફર કરે છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાશી બજારમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત..
Jio નો 2879 પ્રીપેડ પ્લાન:
2879 રૂપિયાનું Jio પ્રીપેડ પેક 365 દિવસ એટલે કે એક વર્ષ માટે માન્ય છે. આ પ્રીપેડ પ્લાન દરરોજ 2 જીબી ડેટા ઓફર કરે છે. એટલે કે ગ્રાહક કુલ 730 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. દૈનિક ડેટા મર્યાદા પૂરી થયા પછી સ્પીડ ધીમી થઈને 64Kbps થઈ જાય છે.
આ Jio રિચાર્જ પેક અમર્યાદિત વૉઇસ કૉલ્સ ઑફર કરે છે. Jioનો આ પ્લાન દરરોજ 100 SMS ઓફર કરે છે. Jioનું આ રિચાર્જ પેક Jio TV, JioCinema, JioSecurity અને JioCloud માટે મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે.