249
Join Our WhatsApp Community
દેશની સૌથી મોટી દૂર સંચાર કંપની રિલાયન્સ જિયોએ મોબાઈલ ઉપયોગકર્તાની સંખ્યા માર્ચમાં વધારીને 79 લાખથી વધુ કરી છે.
ટ્રાઈએ જારી કરેલા આંકડા અનુસાર રિલાયન્સ જિયોના 79.19 લાખ નવા ગ્રાહકોની સાથે મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યા વધીને 42.29 કરોડ પહોંચી છે.
આ આંકડો ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાના સંયુક્ત રીતે વધેલા ગ્રાહકોની સંખ્યાથી પણ વધારે છે.
ભારતી એરટેલે માર્ચમાં ગયા મહિનાની સરખામણીએ 40.5 લાખ નવા ગ્રાહકો જોડ્યા હતા તો વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા 10.8 લાખ વધી હતી.
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની કંપની જિયો ફેબ્રુઆરીમાં પણ 42 લાખથી વધારે ગ્રાહકો સાથે સૌથી આગળ રહી હતી.
મુંબઈ શહેર માટે આજે ફેંસલા નો દિવસ. બધાની નજર પાલિકાના નિર્ણય પર. શું મુંબઈમાં પ્રતિબંધ ચાલુ રહેશે
You Might Be Interested In