ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
13 ઓક્ટોબર 2020
રિલાયન્સ જિયો 40 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરનારી દેશની પહેલી મોબાઇલ સર્વિસ પ્રોવાઈડર બની ગઈ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈના એક રિપોર્ટ અનુસાર કંપનીએ જુલાઇમાં 35 લાખ જેટલા નવા યુઝરો ઉમેર્યા છે. રિપોર્ટ અનુસાર કુલ દેશમાં ટેલિકૉમ યુઝરોની કુલ સંખ્યા જુલાઈમાં સહેજ વધીને 116.4 મિલિયન થઈ ગઈ છે. જે ગત જુલાઈ મહિના માં આ સંખ્યા 116 કરોડ હતી.
ટ્રાઇના ડેટા અનુસાર, રિલાયન્સ જિયો પાસે હાલમાં ભારતના મોબાઇલ માર્કેટમાં 35.03 ટકા હિસ્સો છે અને તેની પાસે 40,08,03,819 ગ્રાહકો છે. ભારતી એરટેલ અને BSNLએ જુલાઈમાં અનુક્રમે 32.6 લાખ અને 3.88 લાખ મોબાઇલ ગ્રાહકો ઉમેર્યા છે. જયારે, વોડાફોન આઈડિયાએ 37 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. જુલાઈમાં 5,457 મોબાઇલ ગ્રાહકો એમટીએનએલ માંથી છૂટા થયા છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસિક સબ્સ્ક્રાઇબર્સ રિપોર્ટ અનુસાર, જુલાઈમાં ભારતમાં મોબાઇલ ફોન કનેકશન વધીને 144.4 કરોડ થઈ ગયા છે. જે જૂન મહિનામાં 114 કરોડ હતા. આ સમયગાળા દરમિયાન, શહેરી જોડાણોની સંખ્યા 61.9 કરોડ હતી અને ગ્રામીણ જોડાણોની સંખ્યા 52.1 કરોડ હતી.