જિયોએ 1000 શહેરોમાં 5G કવરેજનું આયોજન પૂર્ણ કરી લીધું-જિયોએ 6Gમાં સંશોધન અને સ્ટાન્ડર્ડાઇઝેશનને વેગ આપવા માટે ફિનલેન્ડની ઓલુ યુનિવર્સિટી સાથે પણ હાથ મિલાવ્યા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની(Telecom Company) જિયોએ(jio) ટોચના 1,000 શહેરોમાં 5G કવરેજનું આયોજન(5G coverage planning) પૂર્ણ કરી લીધું છે અને દેશમાં જ વિકસાવવામાં આવેલા 5G ટેલીકોમ સાધનોની(5G telecom equipment) ફિલ્ડ ટ્રાયલ(Field trial) હાથ ધરવામાં આવી છે, તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(Reliance Industries) તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે. અહેવાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) જણાવ્યું હતું કે જિયોએ તેની 100 ટકા સ્વદેશી ટેક્નોલોજી(Indigenous technology) સાથે 5G લોન્ચ કરવા માટે તૈયાર થવામાં વર્ષ 2021-22 દરમિયાન વિશાળ સ્તરનાં પગલાં લીધાં હતાં. તાજેતરમાં પૂર્ણ થયેલી 5G સ્પેક્ટ્રમની(5G spectrum) હરાજીમાં કંપનીએ સૌથી મોટી બોલી લગાવી હતી. પહેલી ઓગસ્ટ (સોમવારે)ના રોજ પૂર્ણ થયેલી ટેલીકોમ સ્પેક્ટ્રમની ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયાની વિક્રમી બીડ(Record bid) મળી હતી, જેમાં વેચાયેલી તમામ એરવેવ્સમાંથી(airwaves) મુકેશ અંબાણીની(Mukesh Ambani) જિયોએ(Jio) લગભગ અડધી એરવેવ્ઝ મેળવી હતી.

7 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "જિયોનું 5G કવરેજ આયોજન ટોચના 1,000 શહેરોમાં લક્ષ્યાંકિત ગ્રાહક(Target customer) વપરાશ અને આવકની સંભવિતતાના આધારે પૂર્ણ કરવામાં આવ્યું છે." રિલાયન્સ જિયો ટોચની બીડર હતી અને  તેણે 4G કરતાં લગભગ 10 ગણી ઝડપી, લેગ-ફ્રી કનેક્ટિવિટી ઓફર(lag-free connectivity) કરવા સક્ષમ પાંચ બેન્ડમાં 24,740 MHz એરવેવ્સ માટે રૂ. 88,078 કરોડની કુલ બોલી લગાવી હતી અને આ એરવેવ્ઝ થકી જિયો અબજો કનેક્ટેડ ઉપકરણોને (connected devices) રિયલ ટાઇમ ડેટા(Real time data) શેર કરવા સક્ષમ કરી શકે છે. જિયોએ બહુચર્ચિત 700 MHz સ્પેક્ટ્રમ પણ હસ્તગત કર્યું છે, જે એક ટાવર સાથે 6-10 કિલોમીટરની સિગ્નલ રેન્જ (signal range) પૂરી પાડી શકે છે અને દેશના તમામ 22 સર્કલ અથવા ઝોનમાં પાંચમી પેઢીની (5G) સેવાઓ પ્રદાન કરવા માટે મજબૂત આધાર તૈયાર કરી લીધો છે.

  આ સમાચાર પણ વાંચો : ભારતીય બજારમાંથી ચીનના ફોનની થશે છુટ્ટી- આ છે કારણ

જિયોએ 6Gમાં સંશોધન અને સ્ટાન્ડર્ડાઇઝેશનને(standardization) વેગ આપવા માટે – વિશ્વના પ્રથમ મોટા 6G સંશોધન કાર્યક્રમના અગ્રણી એવી ફિનલેન્ડની(Finland) ઓલુ યુનિવર્સિટી(Oulu University) સાથે પણ હાથ મિલાવ્યા છે. કંપનીએ ઓગમેન્ટેડ રિયાલિટી(Augmented Reality), વર્ચ્યુઅલ રિયાલિટી(Virtual reality), લો-લેટન્સી ક્લાઉડ ગેમિંગ(low-latency cloud gaming), નેટવર્ક સ્લાઇસિંગ(Network slicing) અને વીડિયો ડિલિવરી(Video delivery), ટીવી સ્ટ્રીમિંગ(TV streaming), કનેક્ટેડ હોસ્પિટલ્સ(Connected Hospitals) અને ઇન્ડસ્ટ્રિયલ એપ્લિકેશન્સ(Industrial applications) માટે મલ્ટી-ટેનન્સીથી લઈને 5G ઉપયોગના આયામોના સક્રિય ટ્રાયલ હાથ ધર્યા છે. ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર, 5G ટેક્નોલોજી 4G કરતા 10 ગણી વધુ સારી ડાઉનલોડ સ્પીડ અને ત્રણ ગણી વધારે સ્પેક્ટ્રમ કાર્યક્ષમતા પ્રદાન કરે તેવી અપેક્ષા છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More