ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
6 જુલાઈ 2020
પોતાના ડિજિટલ બિઝનેસ માટે ફેસબુક અને ઇન્ટેલ જેવા રોકાણકારો પાસેથી અબજો રૂપિયાનું મૂડીભંડોળ મેળવ્યાં પછી અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયોમીટ વીડિયો કોન્ફરન્સિંગ એપ લોંચ કરી છે, જે એની હરિફ એપ ઝૂમની સરખામણીમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપે છે.
જિયોમીટ બીટા ટેસ્ટિંગ પછી ગુરુવાર સાંજથી વીડિયો કોન્ફરન્સિંગ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ, મેકઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે.
કંપનીની વેબસાઇટ મુજબ, જિયોમીટ 100 સહભાગીઓ સાથે એચડી ઓડિયો અને વીડિયો કોલ ગુણવત્તાને સપોર્ટ કરે છે તથા સ્ક્રીન શેરિંગ, મીટિંગ શીડ્યુલ ફીચર વગેરે જેવી ખાસિયતો ઓફર કરે છે.
કંપનીએ જણાવ્યું હતું કે, ઝૂમથી વિપરીત જિયોમીટ 40 મિનિટની સમયમર્યાદા લાદતી નથી. કોલ 24 કલાક સુધી ચાલી શકે છે અને તમામ મીટિંગ્સ એન્ક્રીપ્ટેડ અને પાસવર્ડ-પ્રોટેક્ટેડ છે.
કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે ઝૂમ પર 40 મિનિટથી વધારે ગાળા માટે મીટિંગ યોજવા માટે દર મહિને 15 ડોલરનો ચાર્જ લાગે છે, ત્યારે જિયોમીટ એનાથી વિશેષ સુવિધા નિઃશુલ્ક આપે છે, જેથી હોસ્ટને દર વર્ષે રૂ. 13,500ની બચત થાય છે.
ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટેડ એપની ખાસિયતો મુજબ, જિયોમીટ મોબાઇલ નંબર કે ઇ-મેલ આઇડી સાથે સરળતાપૂર્વક સાઇન અપ ઓફર કરે છે અને ઇન્સ્ટન્ટ મીટિંગ યોજવાની સુવિધા આપે છે.
એચડી ઓડિયો અને વીડિયોમાં મીટિંગને અગાઉથી શીડ્યુલ કરી શકાશે અને ઇન્વાઇટી (આમંત્રિતો)ને વિગત આપી શકાશે. જિયો મીટ દરરોજ ગમે એટલી સંખ્યામાં મીટિંગની સુવિધા આપે છે, જેમાં દરેક મીટિંગ 24 કલાક સુધી સતત ચાલી શકે છે.
દરેક મીટિંગ પાસવોર્ડ પ્રોટેક્ટેડ છે અને કોઈ પણ સહભાગી મંજૂરી વિના જોડાય નહીં એ સુનિશ્ચિત કરવા હોસ્ટ ‘વેઇટિંગ રૂમ’ અનેબલ કરી શકે છે. આ ગ્રૂપ બનાવવાની અને સિંગલ ક્લિક પર કોલિંગ/ચેટિંગ શરૂ કરવાની સુવિધા પણ આપે છે.
અન્ય ખાસિયતોમાં ડ્રાઇવિંગ દરમિયાન ‘સેફ ડ્રાઇવિંગ મોડ’, પાંચ ડિવાઇઝ સુધી મલ્ટિ-ડિવાઇઝ લોગિન સપોર્ટ અને કોલ પર એક ડિવાઇઝમાંથી અન્ય ડિવાઇઝમાં સરળતાપૂર્વક સ્વિચિંગ સામેલ છે.
જ્યારે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા પ્રાઇવસીના જોખમને ધ્યાનમાં રાખીને ટિકટોક સહિત 59 લોકપ્રિય ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે, ત્યારે જિયોમીટને ગૂગલ પ્લે અને આઇઓએસ પર 5 લાખથી વધારે ડાઉનલોડિંગ મળ્યું છે.
રિલાયન્સે જિયો પ્લેટફોર્મના હિસ્સાનું વેચાણ ફેસબુકથી ઇન્ટેલ કેપિટલ સુધી 11 રોકાણકારોને કરીને કુલ 1.17 લાખ કરોડનું રોકાણ મેળવ્યાની જાહેરાત કર્યાના એક દિવસ અગાઉ આ એપ લોંચ કરી હતી.
કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિયોમીટ પર સમયમર્યાદા પર કોઈ નિયંત્રણ નથી, જેથી શિક્ષકોને તેમના વર્ગો ટૂંકા કરવાની જરૂર પડતી નથી, જેની ઝૂમ પર તેમને ફરજ પડે છે. ઉપરાંત એપ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારો યોજવાની તેમજ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજવાની સુવિધા આપે છે.
જ્યારે ઝૂમમાં યુઝર્સ પાર્ટિસિપન્ટના વીડિયોને એક્સપાન્ડ કરી શકતા નથી, ત્યારે જિયોમીટ મીટિંગ્સમાં યુઝર્સ કોઈ પણ પાર્ટિસિપન્ટનો વીડિયો એક્સપાન્ડ કરી શકે છે અથવા ડબલ ટેપ કરીને શેર્ડ સ્ક્રીનનો વીડિયો એક્સપાન્ડ કરી શકે છે.
વળી જિયોમીટ ઝીમના વિકલ્પો ઉપરાંત બે અદ્યતન મીટિંગ સેટિંગ્સ ધરાવે છે. પ્રથમ, આ સહભાગીઓને હોસ્ટનાં ઓર્ગેનાઇઝેશમાંથી જ જોડાવાની સુવિધા આપે છે. જો અનેબલ કરવામાં આવે, તો હોસ્ટના ઓર્ગેનાઇઝેશનમાંથી યુઝર્સ જ મીટિંગમાં જોડાઈ શકે છે, જેથી અન્ય આઇડીમાંથી જાસૂસીની સંભવિતતા દૂર થાય છે.
બીજું, આ ગેસ્ટ યુઝર્સને મંજૂરી આપતી નથી – જો અનેબલ કરી હોય, તો દરેક યુઝરને મીટિંગ અગાઉ સાઇન અપ થવાની જરૂર પડશે એટલે કોલમાં જોઇન થતા અજાણ્યા યુઝરને અટકાવે છે.
ઝૂમથી વિપરીત જિયોમીટના યુઝર્સ કોલ ડ્રોપ આઉટ કર્યા વિના એક ડિવાઇઝમાંથી બીજી ડિવાઇઝમાં સ્વિચ થઈ શકે છે. જ્યારે ઝૂમમાં સાઇન અપ થવા માટે ઇ-મેલ આઇડી આપવું પડે છે, ત્યારે જિયોમીટ ઇ-મેલ અને મોબાઇલ નંબર સાથે સાઇન અપ થવાની સુવિધા આપે છે.
કોલની અંદર ઝૂમમાં કોઈ પણ સમયે સિંગલ મોબાઇલ સ્ક્રીન પર ચાર સહભાગીઓ દેખાય છે (અન્ય લોકો માટે, યુઝર્સને એકથી વધારે પેજ દ્વારા સ્ક્રોલ કરવાની જરૂર પડશે). જિયોમીટ સિંગલ મોબાઇલ સ્ક્રીન પર નવ સહભાગીઓને જોવાની સુવિધા આપે છે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com