News Continuous Bureau | Mumbai
Reliance Jio : દેશના સૌથી મોટો ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ( Mukesh Ambani ) હવે ચીનને મોટો ઝટકો આપ્યો છે. હાલ ભારત મોબાઇલનું સૌથી મોટું બજાર છે. જિયોએ આ ભારતીય બજારમાં પ્રભુત્વ ધરાવતા ચીનને આંચકો આપ્યો છે. મોબાઈલના નિર્માણથી લઈને તેના ઉપયોગ અને ડેટા વપરાશ સુધી ભારતે ડ્રેગનને પાછળ છોડી દીધું છે. ભારત હવે મોબાઇલનું ઊભરતું બજાર બની ગયું છે. રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયો ચીનની કંપનીઓને પાછળ છોડીને દુનિયાભરમાં ડેટા વપરાશની દ્રષ્ટિએ સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી છે.
રિલાયન્સ જિયોના જૂન ક્વાર્ટરના પરિણામો અનુસાર, આ ક્વાર્ટરમાં જિયો નેટવર્ક ( Jio Network ) પર ડેટાનો ઉપયોગ 44 એક્સેબાઇટ અથવા 44 અબજ જીબી રહ્યો છે, જે ગયા વર્ષની તુલનામાં લગભગ 33 ટકા વધારે છે. આ પહેલીવાર છે જ્યારે દેશમાં કોઈપણ ટેલિકોમ નેટવર્ક ( Telecom network ) પર ડેટાનો સરેરાશ વપરાશ દરરોજ ૧ જીબીથી વધુ થયો હોય. જેમાં જિયો 5જી નેટવર્કનો યુઝરબેઝ હાલ લગભગ 13 કરોડ છે. હાલ જિયો 5જી નેટવર્ક સંપૂર્ણપણે ફ્રી છે. એટલે કે જિયો 5જી ડેટાનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
Reliance Jio : 5G ગ્રાહકોની વાત કરીએ તો ચીન બાદ જિયોમાં સૌથી વધુ 5G યુઝર્સ છે….
ગ્લોબલ એનાલિટીકલ ફર્મ Tefficient ના રિપોર્ટ અનુસાર, Jio નેટવર્કનો કુલ ડેટા વપરાશ 40.9 exabites હતો, જ્યારે ચાઈના મોબાઈલનો આ જ સમયગાળા દરમિયાન ડેટાનો વપરાશ 38 exabites હતો. જો આપણે Jio વિશે વાત કરીએ, તો Jio પાસે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો 5G યુઝરબેઝ છે. જેના લગભગ 10 કરોડ યુઝર્સ છે. Jioના કુલ ડેટા વપરાશમાં 5Gનો હિસ્સો લગભગ 28 ટકા છે.
આ સમાચાર પણ વાંચો : Union Budget 2024:બજેટ બાદ શેરબજાર ઉંધા માથે પટકાયું, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો કડાકો; રોકાણકારોને આટલા લાખ કરોડ રૂપિયાનું નુકસાન..
5G ગ્રાહકોની વાત કરીએ તો ચીન બાદ જિયોમાં સૌથી વધુ 5G ( Jio 5G ) યુઝર્સ છે. જો કે હાલ 5G સેવા મફત છે. આવી સ્થિતિમાં, જ્યારે 5G રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવે છે, ત્યારે 5G અને 4G વપરાશકર્તાઓ અલગ થઈ શકે છે.
Reliance Jio : છેલ્લા એક વર્ષમાં જિયોમાં લગભગ 4 કરોડ નવા યુઝર્સ વધુ જોડાયા છે…
આનો અર્થ એ છે કે તમે બેમાંથી ફક્ત એકને જ રિચાર્જ કરી શકો છો. હાલ 5G સર્વિસ ફ્રી છે. આવી સ્થિતિમાં જિયો યૂઝર્સ 4જી સાથે 5G સર્વિસની પણ મજા લઇ રહ્યા છે. જિયોના લગભગ 49 કરોડ યૂઝર્સ છે. છેલ્લા એક વર્ષમાં જિયોમાં લગભગ 4 કરોડ નવા યુઝર્સ વધુ જોડાયા છે.
રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ( Reliance Jio Infocomm ) ચેરમેન આકાશ અંબાણીના જણાવ્યા અનુસાર જિયો સસ્તા ઇન્ટરનેટની કરોડરજ્જુ છે. જિયો નવા પ્રીપેડ પ્લાન, 5જી અને એઆઈ સેક્ટરને પ્રમોટ કરશે. કંપનીએ વધુ સારા નેટવર્ક કવરેજ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જિઓને માર્કેટ લીડર બનાવવાની દિશામાં કામ કરવા પર પણ ભાર મૂક્યો હતો.