News Continuous Bureau | Mumbai
ભારતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો ઈન્ફોકોમે શુક્રવારે જૂન 2022 સુધીના ત્રિમાસિક ગાળામાં તેના સ્ટેન્ડઅલોન ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે લગભગ 24 ટકાનો વધારો નોંધાવ્યો હતો. રિલાયન્સ જિયોએ તાજેતરમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી રૂ.21,873 કરોડની આવક મેળવી હતી, જે ગત વર્ષના આ જ સમયગાળા કરતાં 21.5 ટકા વધુ હતી, એમ એક ફાઇલિંગમાં જણાવાયું છે. જિયોનું નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો એવા સમયે આવે છે જ્યારે ટેલિકોમ માર્કેટ 5G સેવાઓના આગમન માટે તૈયાર છે, જે અલ્ટ્રા હાઈસ્પીડ (4G કરતાં લગભગ 10 ગણી ઝડપી) અને નવા યુગની સેવાઓ તથા બિઝનેસ મોડલ લાવશે. 5G સ્પેક્ટ્રમની હરાજીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને 26 જુલાઈથી શરૂ થનારી હરાજી દરમિયાન ઓછામાં ઓછા રૂ. 4.3 લાખ કરોડની કિંમતના કુલ 72 ગીગાહર્ટ્ઝ રેડિયોવેવ્સ હરાજી માટે મૂકવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : EDની ભાગેડુ નીરવ મોદી સામે કડક કાર્યવાહી- હોંગકોંગમાં કરી અધધ આટલા કરોડની સંપત્તિ જપ્ત- જાણો વિગતે