News Continuous Bureau | Mumbai
Jio એ દિવાળીના અવસર પર એક નવું ડિવાઇસ લોન્ચ કર્યું છે. કંપનીએ ઓફિશિયલ રીતે પહેલું લેપટોપ લોન્ચ(Launch the laptop) કર્યું છે. આ પહેલા પણ JioBookની માહિતી સામે આવી હતી, પરંતુ કંપનીએ ઓફિશિયલ રીતે કંઈ જણાવ્યું ન હતું.
Jioએ ઓફિશિયલ રીતે તેનું સસ્તું લેપટોપ લોન્ચ કર્યું છે. હવે JioBook તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જેઓ સસ્તું લેપટોપ ખરીદવા માંગે છે તેમના માટે આ ડિવાઇસ સારો ઓપ્શન છે. તમે રિલાયન્સ ડિજિટલ સ્ટોર(Reliance Digital Store) પરથી JioBook ઓનલાઈન ખરીદી શકો છો. આમાં મજબૂત બેટરી અને સિમ સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Jioનું આ લેપટોપ કોમ્પેક્ટ સાઈઝમાં(compact size) આવે છે. તેમાં 11.5 ઇંચની ડિસ્પ્લે છે. થોડા દિવસો પહેલા, આ ડિવાઇસને GEM પોર્ટલ પર જોવામાં આવ્યું હતું. જોકે, કંપનીએ આને ખૂબ જ વાજબી કિંમતે લોન્ચ કર્યું છે. આવો જાણીએ Jio Bookની કિંમત અને ફીચર્સ.
દિવાળીમાં રિલાયન્સ રિટેલ વેચશે મીઠાઈ- 50000 કરોડના બજાર પર નજર- 50 સ્ટોર્સ પર વેચાણ શરૂ
JioBook કિંમત
Jio Book માત્ર એક કન્ફિગરેશનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તમે તેને રિલાયન્સ ડિજિટલ ઑનલાઇન સ્ટોર પરથી રૂ. 15,799માં ખરીદી શકો છો. આના પર બેંક ડિસ્કાઉન્ટ(Bank discount) અને અન્ય ઑફર્સ પણ ઉપલબ્ધ છે. તમે નો-કોસ્ટ EMI પર પણ ડિવાઇસ ખરીદી શકો છો. ડિવાઇસ ફક્ત એક જ કલર ઓપ્શન Jio Blue માં આવે છે.
કોન્ફીગ્રેશન શું છે?
લેપટોપના ફિચર્સ વિશે વાત કરીએ તો તે LTE સપોર્ટેડ ડિવાઈસ છે. એટલે કે તમે તેમાં સિમ કાર્ડનો ઉપયોગ પણ કરી શકશો. આમાં તમને 1366 x 768 પિક્સલ રિઝોલ્યુશન સાથે 11.6-ઇંચની ડિસ્પ્લે મળે છે. લેપટોપ ઓક્ટા કોર CPU સાથે આવે છે.
ડિવાઇસ Jio OS પર કામ કરે છે. આ ઓપરેટિંગ સિસ્ટમ ખાસ કરીને Jio Book માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ડિવાઈસ 8 કલાકથી વધુની બેટરી લાઈફ સાથે આવે છે. તેનું વજન માત્ર 1.2 ગ્રામ છે. તમને JioBookમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલી ઘણી એપ્સ મળશે. ડિવાઇસ 4G LTE સપોર્ટ સાથે આવે છે, જેની મદદથી તમે ગમે ત્યારે, ગમે ત્યાં કનેક્ટેડ રહી શકો છો. આમાં તમને માઈક્રોસોફ્ટ ઓફિસ એપ્સની(Microsoft Office apps) સાથે જિયો એપ્સનો(Jio Apps) એક્સેસ મળશે.
આ સમાચાર પણ વાંચો: Multibagger Stock- દિવાળી પહેલા જ રોકેટ બન્યો આ શેર- બે વર્ષથી ઓછા સમયમાં જ 35 હજારને બનાવી દીધા 5 લાખ રૂપિયા
Jio Saavn અને અન્ય એપ્સ લેપટોપ પર સપોર્ટેડ છે. આમાં Jio સ્ટોર ઉપલબ્ધ છે, જ્યાંથી તમે ઘણી એપ્સ પણ ડાઉનલોડ કરી શકો છો. લેપટોપમાં સિમ કાર્ડની સેવા એક્ટિવ કરવા માટે યુઝર્સે નજીકના જિયો સ્ટોરની મુલાકાત લેવી પડશે. ડિવાઇસ સ્ટીરિયો સ્પીકર્સ અને 2MP વેબકેમ સાથે આવે છે. તેમાં 2GB RAM, Octa-core – 2.0 GHz, 64 bit, GPU – 950 MHz પ્રોસેસર છે. Jio Book 32GB સ્ટોરેજ સાથે આવે છે, જેને માઇક્રો SD કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.