ટ્રાઇ એ એરટેલ અને વોડાફોન આઈડિયાના આ પ્લાન્સ પર મૂક્યો પ્રતિબંધ, જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 જુલાઈ 2020

ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ટ્રાઈ દ્વારા તાજેતરમાં એરટેલ અને વોડાફોન-આઇડિયાની પ્રીમિયમ પ્લાન્સ પર રોક લગાવવામાં આવી છે. રિલાયન્સ જિઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ટ્રાઇએ ભારતી એરટેલના પ્લેટિનમ પ્લાન અને વોડાફોન-આઇડિયાના રેડએક્સ પ્લાન્સ પર રોક લગાવતા કહ્યું છે કે નવી પ્લાન્સની અસર આ પ્લાન ન લેનારા વપરાશકર્તાઓની સેવા પર પડી શકે છે.

ખેરખરમાં, રિલાયન્સ જિઓએ 8 જુલાઇએ ટ્રાઈના અધ્યક્ષ આર.એસ.શર્માને એરટેલ અને વોડાફોન-આઇડિયાની પ્લાન્સની તપાસ માટે એક પત્ર લખ્યો હતો. ટ્રાઇને લખેલા આ પત્રમાં જિઓએ કહ્યું હતું  કે, આ ટેરિફ પ્લાન્સ ભારતના વર્તમાન નિયમનકારી માળખા સાથે સુસંગત છે કે નહીં અથવા તો તેઓ ગ્રાહકના હિતમાં છે કે નહીં તે જાણવા માટે પ્લેટિનમ પ્લાન્સની તપાસ થવી જોઈએ. નવા પ્લાન્સ અંગે, જિઓ પણ નિયમનકારના અભિપ્રાયને જાણવા માંગે છે કે શું રેડએક્સ અને પ્લેટિનમ પ્લાન્સ ફક્ત ખોટા દાવા કરી રહ્યા છે, કારણ કે આ પ્લાન્સમાં  વપરાશકર્તાઓને ઉપલબ્ધ લાભો ફક્ત વધુ સારી માર્કેટિંગ માટે કરવામાં આવી રહ્યા છે. જિઓએ પત્રમાં શર્માને કહ્યું હતું કે, "આવી કોઈ યોજનાને બજારમાં લાવતા પહેલા, અમે તે જાણવા માંગીએ છીએ કે વોડાફોન આઈડિયા અને એરટેલની આવી ટેરિફ ઓફરિંગ હાલના નિયમનકારી માળખા સાથે કામ કરી રહી છે કે કેમ?" 

નોંધનીય છે કે ટ્રાઇએ 11 જુલાઈના રોજ વોડાફોન આઈડિયા અને એરટેલની બંને પ્રીમિયમ પ્લાન્સની સમીક્ષા કર્યા પછી રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. તેથી વોડાફોન ટ્રાઇના નિર્ણયથી નાખુશ છે અને ટેલિકોમ વિવાદ સમાધાન અને અપીલ ટ્રિબ્યુનલને અપીલ કરી રહી છે. ત્યારે બીજી તરફ, એરટેલે સંપૂર્ણ તપાસ સુધી ટ્રાઇના નિર્ણયને અમલ કરવાનું નક્કી કર્યું છે..  

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2DRyEK8  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *