ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
સંપૂર્ણ રીતે ભારતીય અને ભારતમાં બનેલી, સરકારના મેક ઈન ઈન્ડિયા ડીજીટલ ઇન્ડિયા અંતર્ગત, રિલાયન્સ દ્વારા બનેલી "જીઓ મીટ એપ એચડી" ટુક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. આ એક કોન્ફરન્સિંગ એપ છે. જેમા એક સાથે 100 લોકો સ્ક્રીન પર ભાગ લઇ શકશે. વીડિયો કોલિંગ કરી શકશે. આના દ્વારા મોટી કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા કે સૌથી નાના વેપારી સુધ્ધા સામસામે વાતચીત કરતા હોવાનો આનંદ લઇ શકશે અને પોતાનું કામ પાર પાડવા માટે હવે કિલોમીટરનું અંતર તેમને નહીં નડે, એમ જીઓ મીટ એપ્પ લોન્ચ કરતી વખતે અધિકારીઓએ જણાવ્યું હતું.
મીટ્સ એપ્લિકેશન સાથે વિવિધ વિષયો સાંકળી લેવાયાં છે જેમકે, Jio નું eHealth પ્લેટફોર્મ વપરાશકર્તાઓને વર્ચ્યુઅલ રીતે ડોકટરોની સલાહ લેવાની, પ્રિસ્ક્રિપ્શનો મેળવવાની, દવાઓ અને લેબ પરીક્ષણો માટે ઓનલાઇન ઓર્ડર આપવાની અને ડોકટરો માટે ડિજિટલ વેઇટિંગ રૂમને સક્ષમ બનાવવાની સુવિધાઓ પુરી પાડશે.
બીજું શિક્ષણ પ્લેટફોર્મ: વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વર્ચુઅલ વર્ગખંડ બનાવશે, સત્રો અને નોંધો રેકોર્ડ કરશે, હોમવર્ક સોંપશે અને સબમિટ કરશે, સમય-બાઉન્ડ પરીક્ષણોનું આયોજન કરશે અને વિદ્યાર્થીઓને જાતે શીખવા માટે મલ્ટિમીડિયા સામગ્રી પ્રદાન કરશે.
COVID-19 લોકડાઉન દરમ્યાન ઘરેલુ કામ અને અન્ય જરૂરિયાતોને ટેકો આપવા માટે આવી એપની માંગમાં અચાનક ઉથલપાથલ જોવા મળી હતી. માઈક્રોસોફ્ટ ના એક અંદાજે દૈનિક સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા 75 મિલિયન કરતા વધારે છે..આથી આ જીઓ મીટ એપ તમામ જરૂરીયાતોનું ધ્યાન રાખીને જ બનાવવામાં આવી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com