ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 જુલાઈ 2020
રિલાયન્સ જિઓ દ્વારા 'જિઓ ગ્લાસ' ની ઘોષણા કરવામાં આવી છે. જે એક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે. જિઓ ગ્લાસ દ્વારા હવે થ્રી-ડીમાં વીડિયો કૉલિંગ પણ કરી શકાશે. આને કેબલની મદદથી તમે સ્માર્ટ ફોનને પણ કનેક્ટ કરી શકશો. જેનું વજન માત્ર 75 ગ્રામ છે. આ ગ્લાસ દ્વારા તમે એક સાથે બે લોકોને વીડિયો કૉલ કરી શકો છો. કહેવામાં આવે છે કે 'જિઓ ગ્લાસ' મુખ્યત્વે ડિજિટલ શિક્ષણને ધ્યાનમાં રાખીને લૉન્ચ કરવામાં આવ્યું છે. “જિઓ ગ્લાસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વર્ચુઅલ 3ડી વર્ગખંડો દ્વારા ક્રિયા-પ્રતિક્રિયા આપવાની સગવડ આપે છે" આ દ્વારા, હોલોગ્રાફિક તકનીકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શીખવી શકાય છે અને આ દ્વારા, જિઓ રિયાલિટી ક્લાઉડની તકનીકનો ઉપયોગ કરીને રીઅલ ટાઇમ ટેલિકાસ્ટિંગની સુવિધા મળશે. હાલમાં જિઓ ગ્લાસ 25 એપ્લિકેશનને સપોર્ટ કરે છે, એમ કંપનીએ વાર્ષિક સભામાં જણાવ્યું હતું.
રિલાયન્સ જિઓ અમેરિકાની દિગ્ગજ ટેકનોલોજી કંપની ગૂગલ સાથે મળીને ભારતમાં સસ્તા 4-જી અને 5-જી એન્ડ્રોઇડ ફોન બનાવશે. બુધવારે યોજાયેલી કંપનીની 43મી વાર્ષિક સાધારણ સભા (AGM) માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી. અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે જિઓ પ્લેટફોર્મ્સ હેઠળ 'જિઓ ગ્લાસ'નું પણ નિર્માણ થશે. જેના દ્વારા થ્રી-ડી વ્યૂ મળશે. અંબાણીએ કહ્યું કે દેશમાં 5-જી સેવા માટે જિઓ તૈયાર છે જે સંપૂર્ણ રીતે ભારતીય તકનીક હશે એવી જાહેરાત પણ કરી હતી. સાથે જ 'જિઓ મીટ એપ' દ્વારા આયોજીત કંપનીની પ્રથમ વર્ચ્યુઅલ એજીએમને સંબોધન કરી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com