News Continuous Bureau | Mumbai
ગુરુગ્રામ, 3 મે 2023: હરિયાણા રાજ્યમાં ઉત્તર ભારતના સૌથી ઝડપથી વિકસતા એકીકૃત સ્માર્ટ સિટી, રિલાયન્સ મેટ સિટી માટે નાણાકીય વર્ષ 2022-23 અત્યંત સફળ રહ્યું. આ વર્ષે શહેરનો ફલક 450+ કંપનીના આગમનથી વિસ્તર્યો છે, જેમાં સાત ભિન્ન રાષ્ટ્રની બહુવિધ બ્રાન્ડ્સ સંગાથે, વ્યક્તિગત ઘરો માટે 2,000થી વધુ રહેણાંક પ્લોટ વેચાયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 100% સબસિડિયરી, મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ (METL) દ્વારા મેટ સિટીને એકીકૃત સ્માર્ટ સિટી તરીકે વિકસાવાઈ છે. તેની માળખાગત સુવિધાઓ વૈશ્વિક ધારાધોરણો સમકક્ષ છે અને ગ્રાહકોને ‘વૉક ટુ વર્ક’ પ્રસ્તુત કરે છે.
મેટ સિટીના ઔદ્યોગિક સેગમેન્ટમાં 76 નવી કંપનીઓનો ઉમેરો જોવા મળ્યો છે, જેના પગલે રૂ. 1,200 કરોડ જેટલા રોકાણનું આગમન થયું છે અને આશરે 8,000 લોકો માટે રોજગારીની ક્ષમતાનું સર્જન થયું છે. નોંધપાત્ર વૈશ્વિક કંપનીઓ જેવી કે હમદર્દ, દક્ષિણ કોરિયાની બોડીટેક, જાપાનની નિહોન કોહડેન વગેરેએ તેમના એકમોની સ્થાપના કરી છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડઃ યુવાનો સાથે મંત્રીની લડાઈનો વીડિયો થયો વાયરલ, કોંગ્રેસે કહ્યું- શરમજનક ઘટના
રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ત્રણ તબક્કાના પ્લોટેડ ડેવલપમેન્ટની સફળતાપૂર્વક શરૂઆત કરાઈ હતી. 1,200થી વધુ નવા રહેણાંક ગ્રાહકોએ પ્લોટ ખરીદ્યા હતા જેના પગલે આ આંક કુલ 2,000ને પાર કરી ગયો છે.
આ વર્ષમાં મેટ સિટીએ NAREDCO દ્વારા પ્રતિષ્ઠિત ‘બેસ્ટ ઇન્ટિગ્રેટેડ બિઝનેસ સિટી એવોર્ડ’ અને ટીમ માર્ક્સમેન દ્વારા ‘મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ ઑફ ધ યર’ના એવોર્ડ જીત્યા હતા. આ એવોર્ડ અમારી બ્રાન્ડમાં હિસ્સાધારકોના વિશ્વાસની સાક્ષી પૂરે છે.
About Model Economic Township Limited (METL)
MET City (METL) is a 100% subsidiary of Reliance Industries Limited, which is developing a world class Greenfield Smart city on over 8,000 acres’ land in the district of Jhajjar near Gurugram in the state of Haryana. MET City has obtained licenses for 1900 acres in phase 1 of its development and has already invested approx. Rs.8800 Crores on land and infrastructure works. It has launched 5 industrial sectors, three pockets of affordable residential plotted development, and two projects for SCO. Till Date Reliance MET City has attracted huge investments from various companies located in the project and has also generated employment for over 25,000 people.