217
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ તેમના સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ માટે ખરીદી શરૂ કરી છે.
આ માટે, કંપની ચાઇના નેશનલ કેમિકલ કોર્પ પાસેથી 1-1.2 અબજ ડોલરમાં નોર્વેજીયન સોલર મોડ્યુલ ઉત્પાદક REC ગ્રુપ ખરીદવા જઈ રહી છે.
REC ખરીદવા માટે મુકેશ અંબાણી 500 થી 600 મિલિયન ડોલરની લોન માટે વૈશ્વિક બેંકો સાથે વાતચીત કરી રહ્યા છે. બાકીની રકમ ઇક્વિટી દ્વારા પૂરી થશે.
આ ઉપરાંત, આ ડીલ સોલાર એનર્જી સ્પેસમાં વિસ્તરણ કરવાની રિલાયન્સની યોજનાઓને આગળ વધારવા માટે હાઇ-એજ ટેકનોલોજી અને વૈશ્વિક ઉત્પાદન ક્ષમતાના પ્રવેશના દરવાજા ખોલશે.
ઉલ્લેખનીય છે કે ઓઈલ ટુ ટેલિકોમ ગ્રુપે 75,000 કરોડ રૂપિયા ક્લીન એનર્જીમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે આ રોકાણ કરવામાં આવી રહ્યું છે.
You Might Be Interested In