Site icon News Continuous Bureau | Mumbai

આગામી AGM માટે વૉટ્સઍપ ચૅટબોટ સહિત રિલાયન્સ તૈયાર; 3 કરોડ શૅરહોલ્ડરના પ્રશ્નોના જવાબ ઑનલાઇન અપાશે, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની 44મી ઍન્યુઅલ જનરલ મિટિંગ (AGM) ૨૦૨૧ પહેલાં તેના વૉટ્સઍપ ચૅટબોટ આસિસ્ટન્ટને ફરીથી હજાર કર્યું છે. ચૅટબોટ આસિસ્ટન્ટ 30 લાખથી વધારે શૅરહોલ્ડર્સના પ્રશ્નોના જવાબ સાથે તૈયાર છે. રિલાયન્સે પ્રથમવાર ચૅટબૉક્સનો ઉપયોગ ગયા વર્ષે રાઇટ્સ ઇશ્યુ દરમિયાન કર્યો હતો અને આ વર્ષે પણ બીજી AGM દરમિયાન કરવાની છે.

રિલાયન્સના આ ચૅટબૉક્સ આસિસ્ટન્ટનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. શૅરહોલ્ડર્સના પ્રશ્નોના જવાબ ચૅટબોટ આપશે અને સાથે જ AGMમાં શું ચાલી રહ્યું છે એની માહિતી આપશે. ચૅટબોટમાં શૅરહોલ્ડર્સ અને યુઝર્સ દ્વારા પુછાતાં અનેક પ્રશ્નોના જવાબ વીડિયો અને ડૉક્યુમેન્ટ ફોર્મેટમાં સામેલ કરાયા છે. એની લિંક અને કૉપી ચૅટબોટ શૅર કરશે.

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર; ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થવાની સંભાવના, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે રિલાયન્સની આ AGMમાં શું ઘોષણા થશે એના પર સૌની નજર રહેશે. શૅરહોલ્ડર્સ રિલાયન્સની આ AGMમાં ભાગ લેવા માટે લોગ ઇન કરીને અપકમિંગ પ્લાનિંગ સમજી શકે છે. વૉટ્સઍપ પર +917977111111 નંબર પર સંપર્ક કરીને ચૅટબોટ એક્સેસ કરી શકાય છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Reliance 10 Rupee Ice Cream કેમ્પા કોલા પછી રિલાયન્સે ₹૧૦માં લોન્ચ કરી નવી આઈસ્ક્રીમ, મોટી ડેરી બ્રાન્ડ્સમાં મચી ગઈ દોડધામ!
Sugar Stock Limit કેન્દ્ર સરકારે ખાંડના વેપારીઓ માટે સ્ટોક મર્યાદા ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરી, આ તારીખથી લાગુ થશે નવો નિયમ
Subhash Chandra NCLT Case સુભાષ ચંદ્રાનો કાનૂની સંઘર્ષ 10 વર્ષમાં અનેક કેસ ઉકેલ્યા, પણ NCLTમાં મામલો પેન્ડિંગ; જાણો ક્યાં ફસાયો પેચ..
Exit mobile version