ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસીડીયર કંપની રિલાયન્સ રિટેલ એ હેલ્થ પ્રાઈવેટ લિમિટેડ અને એની સબસિડિયરી નેટમેડ્સ માં 60 ટકા હિસ્સો એટલે કે અંદાજે 620 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. RIL એ કહ્યું કે "બધાને ડિજિટલ સુવિધા આપવા માટે આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે. ઓનલાઇન ફાર્મસી કંપનીની નેટમેડ્સ મોટા ફાર્મસીસ્ટોને સાંકળે છે અને ગ્રાહકોને દવાઓની ઘરઆંગણે ડીલીવરી આપે છે.
આ મૂડી રોકાણ દ્વારા હવે દેશમાં દરેક જણ ઓનલાઈન ઓર્ડર દ્વારા દવા મંગાવી શકશે. "નેટમેડ્સ અમારી સાથે જોડાવાથી રિલાયન્સ રિટેલની સારી ગુણવત્તા અને અફોર્ડેબલ હેલ્થકેર પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પૂરી પાડવાની પોતાની ક્ષમતામાં વધારો થયો છે. ગ્રાહકોને દૈનિક જરૂરી ચીજવસ્તુઓ ને ઓનલાઇન ઑર્ડર દ્વારા પૂરી પાડવામાં આવશે એમ પણ આરઆઈએલ દ્વારા જણાવાયું હતું..
2015માં વીટાલિક અને એની સબસિડિયરી કંપની ફાર્મા સેલ્સ અને બિઝનેસ સપોર્ટ સર્વિસ ના વેપારમાં કાર્યરત છે. એની સબસિડિયરી કંપની ઓનલાઈન ગ્રાહકોને ફાર્માસિસ્ટ, દવા, નુટ્રીશનલ હેલ્થ અને વેલનેસ ઉત્પાદનોની ડિલિવરી કરવા માટે ફાર્મસી પ્લેટફોર્મ પૂરું પાડે છે.. આમ લોકડાઉન દરમિયાન RIL વધુ એક કંપની ખરીદવામાં સફળ રહ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com