ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
એશિયા અને દેશના સૌથી મોટા કારોબારી મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ રિટેલે 25 વર્ષ જૂની સર્ચ એન્ડ ડિસ્કવરી ફર્મ જસ્ટ ડાયલમાં નિયંત્રણ મેળવ્યું છે.
રિલાયન્સ રિટેલે સેબીના ટેકઓવર નિયમોને અનુરૂપ જસ્ટ ડાયલ લિમિટેડનું સંપૂર્ણ નિયંત્રણ લીધું છે.
RRVLજસ્ટ ડાયલમાં 40.98 ટકા હિસ્સો ધરાવે છે. તે 1 સપ્ટેમ્બર 2021 થી પ્રભાવી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ જુલાઈમાં જસ્ટ ડાયલમાં કંટ્રોલિંગ સ્ટેક રૂ 3,497 કરોડમાં ખરીદવાની ડીલની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે RRVL રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની પેટાકંપની છે. રિલાયન્સ રિટેલ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ નફાકારક રિટેલર કંપની છે.
જસ્ટ ડાયલ ભારતનું અગ્રણી સ્થાનિક સર્ચ એન્જિન પ્લેટફોર્મ છે. તે વેબસાઇટ, એપ, ટેલિફોન અને ટેક્સ્ટ જેવા બહુવિધ પ્લેટફોર્મ દ્વારા સમગ્ર ભારતમાં સેવાઓ પૂરી પાડે છે.