News Continuous Bureau | Mumbai
Reliance Retail: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ( Mukesh Ambani ) ઝડપથી વધી રહેલા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસ માટે હવે નવી વ્યૂહરચના તૈયાર કરી છે. આ અંતર્ગત અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે એલઈડી બલ્બથી લઈને એસી અને ફ્રીજ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવા જઈ રહી છે.
ETના અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ સેગમેન્ટમાં વિદેશી કંપનીઓના વર્ચસ્વને પડકારવાની યોજના ધરાવી રહ્યું છે. આ માટે Wyzr બ્રાન્ડ હેઠળ હવે મેડ-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. અંબાણીની કંપની આ યોજના હેઠળ આગામી દિવસોમાં એલઇડી બલ્બ, ટીવી, એસી, ફ્રિજ, વોશિંગ મશીન વગેરે પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની શક્યતા છે.
Reliance Retail: Wyzr બ્રાન્ડ નામ હેઠળ એર કૂલર્સ લોન્ચ કર્યા હતા…
ETના અહેવાલમાં રિલાયન્સની યોજના સાથે જોડાયેલા બે એક્ઝિક્યુટિવ્સને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, કંપનીએ મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શનને અંતિમ સ્વરૂપ આપવા માટે હવે વાતચીત પણ શરૂ કરી દીધી છે. હાલમાં, Wyzr બ્રાન્ડ હેઠળ ઘર વપરાશ માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ( Electronic devices ) ઉત્પાદન કરવા માટે સ્થાનિક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ડિક્સોન ટેક્નોલોજી અને મર્ક ઈલેક્ટ્રોનિક્સ (ઓનિડાની મૂળ કંપની) સાથે કરાર કરવા માટે કામ હાથ ધરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Air Conditioner: જો તમે AC નો ઉપયોગ કરો છો તો આ મહત્વની બાબતોનું રાખો ધ્યાન, નહીં તો AC બગડી શકે છે..
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ( Reliance Industries ) છૂટક શાખા રિલાયન્સ રિટેલે તાજેતરમાં Wyzr બ્રાન્ડ નામ હેઠળ એર કૂલર્સ લોન્ચ કર્યા હતા. જો કે કંપની હવે આ બ્રાન્ડને વિસ્તારવાની યોજના ધરાવે છે. હાલમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અન્ય ઉત્પાદકો પાસેથી કરાર પર આ બ્રાન્ડ હેઠળ ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, એલઇડી બલ્બ જેવી પ્રોડક્ટ્સ બનાવશે. જ્યારે આ બ્રાન્ડ માર્કેટમાં યોગ્ય હિસ્સો હાંસલ કરી લેશે, ત્યારે કંપની પોતાનો પ્લાન્ટ પણ સ્થાપી શકે છે અને પોતાના કંપનીમાં જ ઉત્પાદન પણ શરૂ કરી શકે છે.
હાલમાં, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ( Consumer Electronics ) સેગમેન્ટમાં રિલાયન્સની હાજરી મર્યાદિત છે. 2022માં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની Sanmina ભારતીય યુનિટમાં 50.1 ટકા હિસ્સો રૂ. 1,670 કરોડમાં હસ્તગત કર્યો હતો. Sanmina ચેન્નાઈમાં 100 એકરમાં ફેલાયેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે. આ પ્લાન્ટમાં પણ Wyzr બ્રાન્ડ પ્રોડક્ટ્સ બનાવી શકાય છે.
જોકે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હજુ સુધી આ સ્કીમને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બે દિવસ પહેલા જ દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેમાં પણ કંપની દ્વારા આ સ્કીમ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો : Vicky kaushal: આવા અવતાર માં જંગલ માં ફરતો જોવા મળ્યો વિકી કૌશલ, અભિનેતા ની આ ઐતિહાસિક ફિલ્મના સેટ પર ની તસવીર થઇ લીક