News Continuous Bureau | Mumbai
Reliance Shares: ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ( Reliance Industries ) શેર આજે 52 સપ્તાહની ઓલટાઈમ ઉંચાઈએ પહોંચી ગયો હતો. રિલાયન્સ જિયોના મોબાઈલ ટેરિફમાં વધારાને સમાચારને કારણે આજે ટ્રેડિંગ દરમિયાન રિલાયન્સના શેરમાં બે ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. BSE પર તે રૂ. 3,129.00 પર પહોંચી ગયો હતો, જે તેની 52 સપ્તાહની ટોચની સપાટી હતી. આ સાથે કંપનીનું માર્કેટ કેપ ( Market Cap ) 21 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. તો હવે વૈશ્વિક બ્રોકરેજ મોર્ગન સ્ટેનલી અને જેફરીઝનું કહેવું છે કે, નજીકના ભવિષ્યમાં રિલાયન્સના શેરમાં હજુ વધુમાં 15 ટકાનો વધારો થઈ શકે છે.
રિલાયન્સના શેરને ( Stock Market ) બાય કોલ આપવાની સાથે, જેફરીઝે રૂ. 3,580નો ટાર્ગેટ ભાવ પણ આપ્યો છે. આ વૈશ્વિક બ્રોકરેજનું નિવેદનમાં કહેવું છે કે Jioએ તેના ટેરિફમાં 13 થી 25%નો વધારો કર્યો છે. આ અપડેટ સાથે, આગામી દિવસોમાં રિલાયન્સના શેરમાં વધુ વધારો થવાની ધારણા છે.હાલ BSE પર કંપનીના શેર (1.61%ના વધારા સાથે રૂ. 3,110.50 પર ટ્રેડ થઈ રહ્યા હતા. તેનું 52 સપ્તાહનું ન્યૂનતમ સ્તર રૂ. 2,221.05 છે. રિલાયન્સના શેર ગયા વર્ષે 26 ઓક્ટોબરે આ સ્તરે પહોંચ્યા હતા. રિલાયન્સ ( Reliance Jio ) દેશની સૌથી મૂલ્યવાન કંપની છે.
Reliance Shares: હવે રિલાયન્સ કંપનીઓ Jio Financial અને Zomatoને નિફ્ટી50માં સ્થાન મળી શકે છે…
દરમિયાન, હવે રિલાયન્સ કંપનીઓ Jio Financial અને Zomatoને નિફ્ટી50માં સ્થાન મળી શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સ્ટોકની એન્ટ્રી અને એક્ઝિટ સંબંધિત નિયમોમાં ફેરફારને હવે મંજૂરી આપી છે. નુવામા વૈકલ્પિક અને ક્વોન્ટિટેટિવ રિસર્ચએ એક વિશ્લેષણમાં જણાવ્યું હતું કે, જો જિયો ફાઇનાન્શિયલ અને ઝોમેટોને ઓગસ્ટના ત્રીજા સપ્તાહ પહેલા F&O સેગમેન્ટમાં સ્થાન મળે છે, તો સપ્ટેમ્બરની સમીક્ષામાં તેમને નિફ્ટી 50માં સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : National Statistics Day: દેશમાં આવતીકાલે ઉજવવામાં આવશે “સ્ટેટિસ્ટિક્સ ડે”, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે યોજાશે આ સ્પર્ધા
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)