News Continuous Bureau | Mumbai
મોંઘવારી(Inflation)થી ત્રસ્ત જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતી ખાદ્યતેલ કંપનીઓ(Edible oil companies)એ છેલ્લા બે વર્ષમાં મણ જેટલો ભાવ વધારા બાદ હવે નજીવો ઘટાડો(oil price reduce) કર્યો છે.
તાજેતરમાં વિવિધ બ્રાન્ડેડ ખાદ્યતેલ ઓઇલ કંપનીઓએ ખાદ્યતેલોના ભાવ લિટર દીઠ રૂ. 15 સુધી ઘટાડ્યા છે. ખાદ્યતેલો(Edible oil)ના ભાવ ઘટાડા(price reduced)નું મુખ્ય કારણ ઇન્ડોનેશિયા(Indonasia) દ્વારા પામેતેલ(Palm oil)ની નિકાસ ફરી શરૂ કરવી અને વૈશ્વિક બજારોની નરમાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સપ્તાહોથી આર્જેન્ટિના(Argentina) અને રશિયા(Russia)માંથી સનફ્લાવર તેલ(sun flower oil)ની સપ્લાય શરૂ થઇ છે જેની અસરે કિંમત પર દબાણ આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ચોથી લહેરના ભણકારા-મુંબઈમાં એક દિવસમાં કોરોનાના જ આવ્યા રેકોર્ડબ્રેક કેસ-જાણો આજના ડરાવનારા આંકડા
બ્રાન્ડેડ એડીબલ ઓઇલ કંપનીઓ(Branded edible oil companies)એ પામતેલના ભાવ 7થી 8 રૂપિયા પ્રતિ લિટર ઘટાડયા છે. તો સનફ્લાવર તેલ લિટર દીઠ રૂ. 10થી 15 તેમજ સોયાબીન તેલ(soyabin oil) રૂ.5 સુધી સસ્તા કર્યા છે. મીડિયા અહેવાલો મુજબ ઇન્ડિયન વેજીટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિએશન(Indian Vegetable Oil Producers Association)ના પ્રમુખે જણાવ્યું કે કિંમતોમાં ઘટાડાની અસર અર્થવ્યવસ્થા(economy) અને લોકપ્રિય ખાદ્યતેલોની બ્રાન્ડો પર તાત્કાલિક દેખાશે, જો કે પ્રીમિયમ બ્રાન્ડો(premium brand)ની કિંમતોમાં ઘટાડાની અસર થવામાં થોડોક સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે મોંઘવારી વધવામાં ખાદ્યતેલો(edible oil)એ મોટી ભૂમિકા ભજવી છે. છેલ્લા સવા બે વર્ષમાં મોટાભાગના ખાદ્યતેલોની કિંમત(price)માં 50થી 100 ટકા સુધીનો કમરતોડ વધારો થયો છે. પ્રજાને ઊંચી કિંમતોથી રાહત આપવા સરકાર(central govt) ખાદ્યતેલ ઉદ્યોગોને કિંમત ઘટાડવા નિર્દેશ કર્યો હતો.