ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
6 જુલાઈ 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાતના એક નાનકડા શહેરમાંથી બહાર આવેલા ધીરૂભાઇ અંબાણીની સ્વપ્નદ્રષ્ટા વિચારસરણીનું પરિણામ છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક બની ગઈ છે. તેમની સફળતાની વાર્તા દેશ અને વિશ્વના કરોડો લોકોને પ્રભાવિત કરે છે. આજે એટલે કે 6 જુલાઈ એ ધીરુભાઇ અંબાણીની પુણ્યતિથિ એટલે કે અવસાન થયું હતું.
ધીરજલાલ હીરાલાલ અંબાણી, જે ધીરુભાઈ અંબાણીના નામથી જાણીતા હતા. તે ભારતના વંદનીય ઉદ્યોગપતિ હતા, જેમણે મુંબઈમાં તેમના પિતરાઇ ભાઇ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.. અંબાણીએ 1977 માં તેમની કંપની રિલાયન્સને જાહેર ક્ષેત્રમાં શામેલ કરી દીધી હતી અને 2007 સુધીમાં કુટુંબની સંયુક્ત રકમ 100 અબજ ડોલર હતી, જેને અંબાણી પરિવારને વિશ્વના સૌથી ધનિક પરિવારોમાં સ્થાન આપ્યું હતું.
ધીરૂભાઇ અંબાણી, મોઢ વાણીયા સમુદાયના, એક ગામના શાળા શિક્ષક હિરાચંદ ગોરધનભાઇ અંબાણી અને જમનાબેન અંબાણીના પુત્રોમાંના બીજા નંબરના હતા, તેમનો જન્મ 28 ડિસેમ્બર, 1932 ના રોજ ગુજરાતના જૂનાગઢ જિલ્લા, ચોરવાડમાં થયો હતો અને તેમણે બહાદુર કાનજી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. 16 વર્ષની ઉંમરે તેઓ યમન દેશના એડન ખાતે ગયાં હતાં જ્યાં 300 રૂપિયા ના પગારે બે વર્ષ પેટ્રોલ પંપ પર કામ કર્યું.. સમય જતાં કોકિલાબેન સાથે તેમાં લગ્ન થયાં જેનાંથી તેમને સંતાનો મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ થયાં.
1962 મા ભારત પાછાં ફરી ભૂલેશ્વરની બે રૂમની ચાલીમાં નવેસરથી જીવન શરૂ કર્યું. અને મસ્જિદ બંદરમાં એક ટેબલ ખુરશીની જગ્યા ભાડે લઈ ધંધાના શ્રી ગણેશ કર્યાં.. ત્યારબાદ તેમને જીવનમાં જે સફળતા મેળવી તેના પર એક નજર કરીએ:
# 1977ના વર્ષમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં પ્રથમ 'વિમલ' નામથી શરૂ કરી જયાં પોલિયસ્ટર ફાઈબર યાર્નના ઉપયોગથી ટેક્સટાઈલનું ઉત્પાદન શરૂ કર્યું.
# ભારતમાં ઈક્વિટિ કલ્ટ(શેરમાં રોકાણના પ્રવાહ)ની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીને આપવામાં આવે છે. 1977માં દેશના વિવિધ ભાગોમાંથી 58,000થી વધુ રોકાણકારોએ રીલાયન્સનો(Reliance) આઈપીઓ ભર્યો હતો.
# રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ખાનગીક્ષેત્રની પ્રથમ કંપની હતી જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય.
# 1986માં, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ની વાર્ષિક સાધારણ સભા મુંબઈના ક્રોસ મેદાનમાં યોજાઈ હતી. રીલાયન્સ પરિવારના 35,000 શેરધારકો અને રીલાયન્સ કુટુંબે તેમાં ભાગ લીધો હતો.
# 1999માં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રાઈટ્સ ઈશ્યૂ લાવી.
# સમય વીતતા ટેલિકમ્યુનિકેશન્સ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબરનો વિસ્તાર કર્યો.
# ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરણા લઈને ફિલ્મ 'ગુરુ' 2007ના રોજ પ્રદર્શિત થઈ હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com