ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
01 ડિસેમ્બર 2020
એક બાજુ બનીને વેચાવા તૈયાર ઘરો પર સ્ટેમ્પ ડ્યૂટી ફ્રી કરીને ગ્રાહકોને આકર્ષવાની કોશિશ સરકાર અને બિલ્ડરો દ્વારા થઈ રહી છે. જ્યારે બીજીબાજુ મુંબઇમાં રિસેલ ફ્લેટ્સના વેચાણમાં 10-20 % ડિસ્કાઉન્ટ પર કાર્યવાહી થઈ રહી છે. ખાર, બાંદ્રા તો ખરા જ પરંતુ દક્ષિણ મુંબઈમાં પણ 10-20 % જેટલી છૂટ આપવામાં આવી રહી છે.
મોજુદા હાલ વિશે વાત કરતા એક બિલ્ડરે જણાવ્યું કે, "સમય સમય પર બંને ક્ષેત્રે ખરીદદારો સામે આવી રહયાં છે. કારણ કે વેચનારાઓએ તેમની કિંમતો સુધારી છે અને ઓછી સ્ટેમ્પ ડ્યુટી , નીચા બેંક વ્યાજના દરને કારણે તે લોકો મકાન ખરીદી તરફ આકર્ષાય રહયાં છે." ડિસ્કાઉન્ટની ઘટના સમગ્ર શહેરમાં સમાન છે. ઉપનગરોમાં પણ સરળતાથી રીસેલ ઘરો ડિસ્કાઉન્ટમાં વેચાય છે.
અન્ય એક ડેવલપર્સ નું કહેવું છે કે, "જયાં નોન-ડેવલપર્સ પ્રોપર્ટીમાં 10-20 % ડિસ્કાઉન્ટ મળે છે, ત્યાં બીજી મિલકતો પણ છે જ્યાં વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે." વધુમાં જણાવ્યું, "મને લાગે છે કે બજારમાં ઘણી બેંક હસ્તગત સંપત્તિઓ પણ બજારમાં વેચાવા આવી છે, તેમાં લગભગ 30-40 % નો તફાવત જોવા મળે છે. આમ કહી શકાય કે આજે ગ્રાહક ખરેખર રાજા કહી શકાય.. જેની જેવી પસંદગી છે તેવું ઘર તેમને મળી રહયાં છે અને અંતિમ વપરાશકર્તાઓ માટે ખરેખર ઘણી પસંદગી માર્કેટમાં ઉપલબ્ધ છે."