News Continuous Bureau | Mumbai
વર્ષ 2020માં કોરોના મહામારી(Covid Pandemic) ને કારણે લાગૂ કરાયેલા લોકડાઉન(Lockdown)ને કારણે અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. કારોબાર(Business) ઠપ થયા હતા. લોકડાઉનને કારણે ઘરે જ રહેવાની નોબતથી લોકો કમાણી માટે વધુને વધુ શેર બજાર તરફ વળ્યા હતા. ઘરે બેઠેલા લોકોનો ઝોક સ્ટોક ટ્રેડિંગ(Trading) તરફ વધ્યો હતો. તદુપરાંત, યુવાવર્ગે પણ શેર માર્કેટ(Investment in share market) માં રોકાણ કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. લોકોએ મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund) ની તુલનાએ વધુ નફો રળવા માટે સીધા જ શેર્સમાં રોકાણ કરવા પર પહેલી પસંદગી ઉતારી હતી. માર્ચ 2020 થી માર્ચ 2022 વચ્ચે કુલ 4,88,00,000 ડીમેટ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા .જાન્યુઆરી 2020માં સીડીએસએલ(CDSL) સાથે ખોલવામાં આવેલા ડીમેટ ખાતા(Demat)ની સંખ્યા 2 કરોડ હતી જે ઓગસ્ટ 2022માં વધીને 7 કરોડ થઇ ચૂકી છે. NSDL અને CDSL એમ બંને ડિપોઝિટરીને મળીને દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા હવે 10 કરોડને પાર પહોંચી ચૂકી છે.
વર્ષ ડીમેટ ખાતાની સંખ્યા (લાખમાં)
માર્ચ 2017 279
માર્ચ 2018 319
માર્ચ 2019 359
માર્ચ 2020 409
માર્ચ 2021 551
માર્ચ 2022 897
આ સમાચાર પણ વાંચો : મહિલાઓ માટે LIC લાવી આ યોજના- રોજની 29 રૂપિયાની બચત કરીને આટલા લાખનું ફંડ મેળવો
ઓગસ્ટ 2022 1,000(CDSL અને NSDL બંનેના આંકડા)દેશના શેરમાર્કેટે દમદાર રિટર્ન આપ્યું
વર્ષ 2020માં સેન્સેક્સ 38623ની સપાટીએ હતો, જે અત્યારે 59,352ની સપાટીએ પહોંચ્યો છે. 19 ઓક્ટોબર 2021ના રોજ સેન્સેક્સ 32245.43ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને રેકોર્ડ બનાવ્યો હતો. જો કોઇ રોકાણકારે મ્યુચ્યુઅલ ફંડોના સેન્સેક્સ ઇટીએફ મારફતે રોકાણ કર્યું છે તો તે માલામાલ થઇ જાત. આપણે SBI SP BSE Sensex ETFનું ઉદાહરણ જોઇએ. જો તમે 3 માર્ચ, 2020ના રોજ તેમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે 16,135 રૂપિયા થઈ ગયું હોત. અર્થાત્ વાર્ષિક 20.61 ટકાનું દમદાર રિટર્ન મળ્યું હોત.