Site icon News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં લોકોએ મોટા પાયે શેર માર્કેટમાં ટ્રેડિંગ કર્યું- ડીમેટ ખાતાની સંખ્યા 10 કરોડને પાર

News Continuous Bureau | Mumbai

વર્ષ 2020માં કોરોના મહામારી(Covid Pandemic) ને કારણે લાગૂ કરાયેલા લોકડાઉન(Lockdown)ને કારણે અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. કારોબાર(Business) ઠપ થયા હતા. લોકડાઉનને કારણે ઘરે જ રહેવાની નોબતથી લોકો કમાણી માટે વધુને વધુ શેર બજાર તરફ વળ્યા હતા. ઘરે બેઠેલા લોકોનો ઝોક સ્ટોક ટ્રેડિંગ(Trading) તરફ વધ્યો હતો. તદુપરાંત, યુવાવર્ગે પણ શેર માર્કેટ(Investment in share market) માં રોકાણ કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. લોકોએ મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund) ની તુલનાએ વધુ નફો રળવા માટે સીધા જ શેર્સમાં રોકાણ કરવા પર પહેલી પસંદગી ઉતારી હતી. માર્ચ 2020 થી માર્ચ 2022 વચ્ચે કુલ 4,88,00,000 ડીમેટ ખાતાઓ ખોલવામાં આવ્યા હતા .જાન્યુઆરી 2020માં સીડીએસએલ(CDSL) સાથે ખોલવામાં આવેલા ડીમેટ ખાતા(Demat)ની સંખ્યા 2 કરોડ હતી જે ઓગસ્ટ 2022માં વધીને 7 કરોડ થઇ ચૂકી છે. NSDL અને CDSL એમ બંને ડિપોઝિટરીને મળીને દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા હવે 10 કરોડને પાર પહોંચી ચૂકી છે. 

Join Our WhatsApp Channel

વર્ષ                ડીમેટ ખાતાની સંખ્યા (લાખમાં)

માર્ચ 2017                    279

માર્ચ 2018                    319

માર્ચ 2019                    359

માર્ચ 2020                    409

માર્ચ 2021                    551

માર્ચ 2022                    897

 આ સમાચાર પણ વાંચો : મહિલાઓ માટે LIC લાવી આ યોજના- રોજની 29 રૂપિયાની બચત કરીને આટલા લાખનું ફંડ મેળવો

ઓગસ્ટ 2022  1,000(CDSL અને NSDL બંનેના આંકડા)દેશના શેરમાર્કેટે દમદાર રિટર્ન આપ્યું

વર્ષ 2020માં સેન્સેક્સ 38623ની સપાટીએ હતો, જે અત્યારે 59,352ની સપાટીએ પહોંચ્યો છે. 19 ઓક્ટોબર 2021ના રોજ સેન્સેક્સ 32245.43ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને રેકોર્ડ બનાવ્યો હતો. જો કોઇ રોકાણકારે મ્યુચ્યુઅલ ફંડોના સેન્સેક્સ ઇટીએફ મારફતે રોકાણ કર્યું છે તો તે માલામાલ થઇ જાત. આપણે SBI SP BSE Sensex ETFનું ઉદાહરણ જોઇએ. જો તમે 3 માર્ચ, 2020ના રોજ તેમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે 16,135 રૂપિયા થઈ ગયું હોત. અર્થાત્ વાર્ષિક 20.61 ટકાનું દમદાર રિટર્ન મળ્યું હોત.

GST Council Meeting Relief અધિકારીઓની મનમાની પર લગામ, સામાન્ય દંડ ₹૨૫,૦૦૦ થી ઘટાડીને ₹૧૦,૦૦૦ કરાયો, પ્રોસિક્યુશન મર્યાદા વધીને ₹૫ કરોડ
Mutual Funds Investment અંધારામાં તીર મારવાનું બંધ કરો! સેંકડો સ્કીમ્સમાંથી તમારા માટે કયું ફંડ બેસ્ટ છે? નાણાકીય નિષ્ણાતો પાસેથી જાણો કરોડોનું ફંડ બનાવવાની સિક્રેટ ટ્રિક
RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Elon Musk Starlink India Spectrum Row ભારતીય ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો આક્ષેપ, સરકારે આપ્યો આ જવાબ
Exit mobile version