News Continuous Bureau | Mumbai
વધતી જતી મોંઘવારી(Inflation) વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે.
છૂટક મોંઘવારી દર(Retail inflation rate) મે મહિનામાં ઘટીને 7.04 ટકા રહ્યો છે, જે એપ્રિલમાં 7.79 ટકા હતો.
ખાદ્ય મોંઘવારીનો દર(Food inflation Rate) એપ્રિલમાં 8.38 ટકાની સરખામણીએ મે મહિનામાં 7.97 ટકા રહ્યો છે.
આ ઘટાડા પાછળનું કારણ તેલ(Oil) પર એક્સાઈઝ ડ્યૂટીમાં(Excise duty) ઘટાડો માનવામાં આવી રહ્યો છે.
જોકે, એપ્રિલ મહિનાની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારીમાં વધારો થયો છે.
શહેરી વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારીનો દર એપ્રિલમાં 8.09 ટકા હતો, જે મે મહિનામાં વધીને 8.20 ટકા થયો છે.
મે મહિનામાં શાકભાજીનો મોંઘવારી(Inflation of vegetables) દર 18.26 ટકા રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શું દેશમાં ફરી શરૂ થશે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સિઝન- આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને-
