News Continuous Bureau | Mumbai
Retail inflation : સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારી આંકડા અનુસાર, મે મહિનામાં ભારતનો રિટેલ ફુગાવો ઘટીને 4.75% પર આવી ગયો છે, જે એપ્રિલ 2024માં 4.83 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો મે મહિનામાં 8.69 ટકા હતો, જે એપ્રિલમાં 8.70 ટકા હતો.
Retail inflation ખાદ્ય ફુગાવાનો દર 8.69 ટકા
એકંદરે ફુગાવો ફેબ્રુઆરી 2024 થી સતત ઘટી રહ્યો છે. ફેબ્રુઆરીમાં તે 5.1 ટકા હતો અને એપ્રિલમાં 8.70 ટકાની સરખામણીએ મે મહિનામાં ઘટીને 8.69 ટકા પર આવી ગયો છે. જો કે શાકભાજી અને કઠોળની મોંઘવારી હજુ પણ લોકોને પરેશાન કરી રહી છે.
Retail inflation : CPI ફુગાવો 5 ટકાથી વધુ હોવાનો અંદાજ
આંકડા મંત્રાલયે મે મહિના માટે છૂટક ફુગાવાના દરના આંકડા જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર મે મહિનામાં CPI ફુગાવો ઘટીને 4.75 ટકા પર આવી ગયો છે. જો કે, ઘણા નિષ્ણાતો તે 5 ટકાથી વધુ હોવાનો અંદાજ લગાવી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: જયપુરમાં અમેરિકન મહિલા સાથે રમાઈ મોટી રમત, દુકાનદારે માત્ર 300 રૂપિયાના ઘરેણાં અધધ આટલા કરોડમાં વેચ્યા..
Retail inflation : ચોથા ક્વાર્ટરમાં 4.5 ટકા રહેવાનો અંદાજ
આ મહિનાની શરૂઆતમાં, RBIએ 2024-25 માટે CPI ફુગાવો 4.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. પ્રથમ ક્વાર્ટરમાં 4.9 ટકા, બીજા ક્વાર્ટરમાં 3.8 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.5 ટકા રહેવાનો અંદાજ છે. મધ્યસ્થ બેંક તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને જુએ છે.