Retail Inflation : ફુગાવાના મોરચે રાહતના સમાચાર! ડિસેમ્બરમાં છૂટક ફુગાવો ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો; જાણો આંકડા

Retail Inflation : ડિસેમ્બરમાં દેશમાં છૂટક ફુગાવો ચાર મહિનાના નીચલા સ્તરે 5.22 ટકા પર પહોંચી ગયો. નવેમ્બરમાં આ દર 5.48 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે આ ઘટાડો થયો છે.

by kalpana Verat
Retail Inflation Retail inflation eases to four-month low of 5.22% in December

News Continuous Bureau | Mumbai

Retail Inflation : એક તરફ શેરબજાર સતત તૂટી રહ્યું છે અને બીજી તરફ, ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે, પરંતુ આ દરમિયાન, એક રાહતના સમાચાર પણ આવ્યા છે. વાસ્તવમાં, દેશમાં ફુગાવાના મોરચે મોટી રાહત મળી છે અને CPI એટલે કે છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ચાર મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. સોમવારે સરકારે છૂટક ફુગાવાના આંકડા શેર કર્યા છે.

Retail Inflation :  છૂટક ફુગાવાનો દર ઘટીને 5.22 ટકા થયો

ડિસેમ્બર 2025 માં દેશમાં છૂટક ફુગાવાનો દર ઘટીને 5.22 ટકા થયો, જે અગાઉ નવેમ્બર મહિનામાં 5.48 ટકા હતો. આ ચાર મહિનામાં ફુગાવાનો સૌથી નીચો સ્તર છે અને સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. સોમવારે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાથી છૂટક ફુગાવા પર અસર પડી છે. નવેમ્બર મહિનામાં તે 9.04 ટકાથી ઘટીને 8.39 ટકા થઈ ગયો છે.

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) હેઠળના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવો 8.39 ટકા હતો. જ્યારે નવેમ્બરમાં તે 9.04 ટકા અને ડિસેમ્બર 2023માં 9.53 ટકા હતો. સીએસઓના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં ગ્રાહક ભાવ સૂચકાંક (સામાન્ય) અને ખાદ્ય ફુગાવો બંને છેલ્લા ચાર મહિનામાં સૌથી નીચા સ્તરે હતા.

આ સમાચાર પણ વાંચો: Stock market Kumbh Mela : યે રિશ્તા ક્યા કહેલાતા હૈ… કુંભમેળા દરમિયાન શેરમાર્કેટ કેમ ઉંધા માથે પટકાય છે ? જાણો શું છે કનેક્શન..

Retail Inflation : રિઝર્વ બેકે ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા મહિને ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો હતો. કેન્દ્રીય બેંકે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે ખાદ્યપદાર્થોના ભાવ પર દબાણને કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એકંદર ફુગાવો ઊંચો રહેશે. ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત એકંદર ફુગાવો જુલાઈ-ઓગસ્ટ દરમિયાન સરેરાશ 3.6ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 5.5 ટકા અને ઓક્ટોબર 2024માં 6.2 ટકા થયો.

Join Our WhatsApp Community

You may also like