ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 1 નવેમ્બર, 2021
સોમવાર.
તહેવારોની સીઝનમાં ડિમાન્ડમાં આવેલા વધારાના કારણે જીએસટી કલેક્શન પર અસર થઇ છે.
તહેવારોની સીઝનમાં લોકો શોપિંગ કરી રહ્યા છે જેના પરિણામે ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે.
ઓક્ટોબર મહિનામાં જીએસટીનું કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં સીજીએસટી કલેક્શન 23,861 કરોડ રૂપિયા, એચજીએસટી કલેક્શન 30,421 કરોડ રૂપિયા રહ્યું છે.
ઓક્ટોબર મહિનામાં આઇજીએસટી કલેક્શન 67,361 કરોડ રૂપિયા રહ્યું છે અને સેસના રૂપમાં 8484 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દેશમાં GST લાગુ થયા બાદ ઓક્ટોબર-2021માં બીજીવાર સૌથી વધારે જીએસટી કલેક્શન થયુ છે.
અગાઉ એપ્રિલ-2021માં સૌથી વધારે રેકોર્ડ 1.41 લાખ કરોડ રુપિયા જીએસટી કલેક્શન થયુ હતુ.
