News Continuous Bureau | Mumbai
પહેલાથી મોંધવારીનો(Infaltion) માર સહન કરી રહેલા નાગરિકોને દિવસેને દિવસે ખિસ્સાને વધુ ફટકો પડી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ચોખાના ભાવમાં(rice prices) 10 થી 15 ટકાનો વધારો થયો છે. તેમાં પણ બાસમતીની(Basmati) વિવિધ જાતોમાં રૂ. 10 થી 15, કોલમમાં(column) રૂ. 7-8, આંબામોહરમાં(Ambamohar) રૂ. 10 અને બાસમતીના ટુકડામાં રૂ. 5નો વધારો થયો છે. આ ભાવ વધારાને કારણે મોંઘવારીનું દબાણ વધુ તીવ્ર બનશે.
ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના(All India Rice Exporters Association) જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ(Bangladesh) ભારતમાંથી ચોખાની નિયમિત આયાત(Regular import of rice) કરનારો દેશ નથી. છતાં આ વર્ષે બાંગ્લાદેશે આપણી પાસેથી મોટી માત્રામાં ચોખા ખરીદ્યા છે. બાંગ્લાદેશમાં કુદરતી આફતને કારણે ચોખાના પાકને(rice crop) મોટું નુકસાન થયું છે. તેથી બાંગ્લાદેશ ભારત પાસેથી ચોખા ખરીદી રહ્યું છે. આ માટે બાંગ્લાદેશ સરકારે ચોખા પરની આયાત ડ્યૂટી (Import duty) 65થી ઘટાડીને 25 ટકા કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : ગોરેગામમાં ગોઝારો અકસ્માત- બેસ્ટની બસે 5ને કચડ્યા- જુઓ વિડિયો
બાંગ્લાદેશની સાથે જ ચીને પણ ભારતમાંથી ચોખાની આયાત કરવાનું શરૂ કર્યું છે. ચીન વિશ્વમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કરે છે. છતાં ચીન અત્યારે આપણી પાસેથી ચોખાની આયાત કરી રહ્યું છે. ચીન આપણી પાસેથી આખા ચોખાને બદલે ટુકડા ચોખા ખરીદી રહ્યું છે.
આમ ચોખાની નિકાસ વધવાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી છે. નિકાસ વધવાને કારણે સ્થાનિક સ્તરે ચોખાના ભાવમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો