Site icon

હવે ચોખાની કિંમત વધી- આટલા ટકા દામ વધ્યા

News Continuous Bureau | Mumbai

પહેલાથી મોંધવારીનો(Infaltion) માર સહન કરી રહેલા નાગરિકોને દિવસેને દિવસે ખિસ્સાને વધુ ફટકો પડી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ચોખાના ભાવમાં(rice prices) 10 થી 15 ટકાનો વધારો થયો છે. તેમાં પણ બાસમતીની(Basmati) વિવિધ જાતોમાં રૂ. 10 થી 15, કોલમમાં(column) રૂ. 7-8, આંબામોહરમાં(Ambamohar) રૂ. 10 અને બાસમતીના ટુકડામાં રૂ. 5નો વધારો થયો છે. આ ભાવ વધારાને કારણે મોંઘવારીનું દબાણ વધુ તીવ્ર બનશે.

Join Our WhatsApp Community

ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના(All India Rice Exporters Association) જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ(Bangladesh) ભારતમાંથી ચોખાની નિયમિત આયાત(Regular import of rice) કરનારો દેશ નથી. છતાં  આ વર્ષે બાંગ્લાદેશે આપણી પાસેથી મોટી માત્રામાં ચોખા ખરીદ્યા છે. બાંગ્લાદેશમાં કુદરતી આફતને કારણે ચોખાના પાકને(rice crop) મોટું નુકસાન થયું છે. તેથી બાંગ્લાદેશ ભારત પાસેથી ચોખા ખરીદી રહ્યું છે. આ માટે બાંગ્લાદેશ સરકારે ચોખા પરની આયાત ડ્યૂટી (Import duty) 65થી ઘટાડીને 25 ટકા કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : ગોરેગામમાં ગોઝારો અકસ્માત- બેસ્ટની બસે 5ને કચડ્યા- જુઓ વિડિયો

બાંગ્લાદેશની સાથે જ ચીને પણ ભારતમાંથી ચોખાની આયાત કરવાનું શરૂ કર્યું છે. ચીન વિશ્વમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કરે છે. છતાં ચીન અત્યારે આપણી પાસેથી ચોખાની આયાત કરી રહ્યું છે. ચીન આપણી પાસેથી આખા ચોખાને બદલે ટુકડા ચોખા ખરીદી રહ્યું છે.

આમ ચોખાની નિકાસ વધવાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી છે. નિકાસ વધવાને કારણે સ્થાનિક સ્તરે ચોખાના ભાવમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version