ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 જુલાઈ 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ડિજિટલ બિઝનેસમાં મોટા વૈશ્વિક રોકાણકારોએ હિસ્સો ખરીદ્યા બાદ હવે આ જૂથ ફ્યુચર ગ્રુપની અંદાજે ₹ 24,000-27,000 કરોડની રિટેલ સંપત્તિઓ ખરીદશે તેવી સંભાવના છે. એક બિઝનેસ દૈનિક ના અહેવાલ મુજબ, રિલાયન્સ ફ્યુચર ગ્રૂપ સાથેના સોદા દ્વારા રિટેલ સેગમેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અહેવાલ મુજબ, અંદાજિત સોદામાં ફ્યુચર ગ્રુપની જવાબદારીઓ પણ શામેલ રહેશે. આ સોદો પૂરો થાય તે પહેલાં, ફ્યુચર રીટેલ લિમિટેડ, ફ્યુચર કન્ઝ્યુમર, ફ્યુચર લાઇફસ્ટાઇલ ફેશન્સ, ફ્યુચર સપ્લાય ચેઇન અને ફ્યુચર માર્કેટ નેટવર્ક સહિત પાંચ લિસ્ટેડ કંપનીઓ ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એફઇએલ) માં મર્જ થાય તેવી અપેક્ષા છે. જો આમ થાય તો આ સંપાદન ભારતના છૂટક બજારમાં થયેલુ સૌથી મોટું હસ્તાંતરણ ગણાશે…
આ સોદા બાદ, એફઇએલ તેની રિટેલ સંપત્તિના વેચાણને આરઆઈએલની જ એક સહાયક કંપની તરીકે આગળ વધારશે. હાલમાં, બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને આરઆઈએલ 31 જુલાઇ સુધી આ સોદાની જાહેરાત કરે એવી શક્યતા જોવાઈ રહી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com