News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે(Central Government) પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ(Exports of petrol, diesel and ATF) પર ટેક્સ(Tax) વધાર્યો તેના પગલે શુક્રવારે RIL, ONGC જેવી કંપનીઓના શેરમાં(Company shares) જોરદાર કડાકો આવ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) જેવો ધરખમ શેર 9 ટકા જેટલો ઘટ્યો અને અંતે 7 ટકાથી વધારે ઘટીને બંધ આવ્યો તેના કારણે રોકાણકારોની(Investors) ચિંતા વધી ગઈ છે. જોકે નિષ્ણાતોના મતે રિલાયન્સ અંગે બજારે વધારે પડતું રિએક્શન આપ્યું છે.
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગ્લોબલ બ્રોકરેજ જે પી મોર્ગનના(Global Brokerage JP Morgan) મતે રિલાયન્સમાં જે ઘટાડો થયો તે વાસ્તવિકતા કરતા સેન્ટીમેન્ટ પર વધારે આધારિત હતો.
ઉંચો એક્સપોર્ટ ટેક્સ(Export tax) ચૂકવ્યા પછી પણ RIL પાસે જંગી કેશ ફ્લો અને અર્નિંગ(Cash flow and earning) હશે. RILની એક્સપોર્ટ માટેની રિફાઈનરીએ એક્સપોર્ટ ટેક્સ ભરવો પડશે. લેટેસ્ટ ગણતરી પ્રમાણે ડીઝલ પર બેરલ દીઠ 27 ડોલર અને પેટ્રોલ પર 13 ડોલર એક્સપોર્ટ ટેક્સ ભરવો પડશે. એક ડોલર પ્રતિ બેરલના GRM દીઠ રિલાયન્સની EBITDA પર 40 કરોડ ડોલરની અસર થશે. ડીઝલ પર જંગી એક્સપોર્ટ ટેક્સ રિલાયન્સ માટે ક્લિયર નેગેટિવ છે. જેપી મોર્ગને મીડિયા હાઉસને કહ્યા મુજબ રિલાયન્સના એક્સપોર્ટ યુનિટને(export unit) એક્સપોર્ટ ટેક્સમાંથી બાકાત રાખવામાં આવશે તો રિલાયન્સ પર અર્નિંગની અસર લઘુતમ રહેશે.
આ સમાચાર પણ વાંચો : બેંકમાં નોકરી કરવા ઈચ્છુકો માટે સુવર્ણ તક- બેંકમાં 6035 ખાલી પદ માટે થશે બંપર ભરતી- જાણો વિગત
અન્ય એક બ્રોકરેજ જેફરીઝે(Brokerage Jefferies) મીડિયા હાઉસને જણાવ્યા મુજબ રિલાયન્સના શેર પર પ્રતિ લિટર 3.4 ડોલર જેટલી અસર જોવા મળશે. મોર્ગન સ્ટેન્લીના(Morgan Stanley) કહેવા મુજબ ગયા સપ્તાહમાં રિલાયન્સ નું માર્જિન 24થી 26 ડોલર પ્રતિ બેરલ હતું પરંતુ નવા ટેક્સના કારણે તેના પર પ્રતિ બેરલ છથી આઠ ડોલરની અસર થવાની શક્યતા છે.
પેટ્રોલ, ડીઝલ અને ATF પર ટેક્સ લાદતી વખતે નાણા મંત્રાલયે(Finance Ministry) ક્રૂડ ઓઈલના(Crude oil) ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ(Windfall tax) પણ ઝીંક્યો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે પેટ્રોલ અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટરનો ટેક્સ નાખવામાં આવ્યો છે.
દેશની અંદર ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર રૂ. 23,250 પ્રતિ ટનના દરે ટેક્સ નાખવામાં આવ્યો છે. આ એક્સપોર્ટ ટેક્સ એટલા માટે નાખવામાં આવ્યો છે જેથી રિલાયન્સ અને નાયરા એનર્જી (nayara energy) જેવી કંપનીઓ સ્થાનિક સપ્લાયને ઘટાડીને વિદેશમાં નિકાસ કરતી અટકે. સરકારના જાહેરનામા પછી રિલાયન્સનો શેર 9 ટકા ઘટીને 2365 થયો હતો. જોકે ત્યાર પછી તેમાં રિકવરી આવી હતી અને 2406 પર બંધ રહ્યો હતો. છતાં ગુરુવારના બંધ ભાવ સામે રિલાયન્સમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે.