ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 ઓક્ટોબર 2020
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગઈકાલે પોતાના પરિણામ જાહેર કર્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટર જુલાઈ-સપ્ટેમ્બરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 9567 કરોડ રૂપિયા રહી ગયો છે. અગાઉ 2019-20ના આ ક્વાર્ટરમાં કંપનીનો 11262 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. નાણાકીય વર્ષ 2019-20ના સપ્ટેમ્બર ક્વાર્ટર સામે આ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સની આવકમાં માત્ર ડિજીટલ સેવાઓમાં જ વૃદ્ધિ જોવા મળી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સીંગ અને વૈશ્વિક મંદીના કારણે ક્રૂડ ઓઇલ, પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં ઘટયું છે. એક નિયામક ફાઈલિંગ મુજબ ઓઈલ-થી-ટેલીકૉમ સમૂહના એક વર્ષ પહેલાં અવધિમાં 11262 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. પરિચાલનથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું રાજસ્વ 24 ટકા એટલે કે 1,16,195 કરોડ સુધી ગગડી ગયું. જે એક વર્ષ હપેલાં 1,53,384 કરોડ રૂપિયા હતું.
આ ઉપરાંત કંપનીએ દેશના સૌથી મોટા રાઈટ ઇશ્યુ થકી પણ નાણા એકત્ર કર્યા છે. આમ છતા રિલાયન્સનો નાણાકીય ખર્ચ ઘટયો નથી. આ વર્ષે સપ્ટેમ્બર 2020 સુધીનાં 21.4 ટકા વધીને 12,819 કરોડ થયો છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ રિલાયન્સ દેશની સૌથી મોટી મોબાઈલ સેવા આપતી કંપની બની ગઈ છે. આ કંપનીનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2844 કરોડ થયો છે. જુના ક્વાર્ટર કરતા 12.8 ટકા અને ગત વર્ષ કરતા 18.7 ટકા વધ્યો છે. આ ક્વાર્ટરમાં કંપનીએ 35 લાખ જેટલા ગ્રાહકો ઉમેર્યા છે.