231
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
આપણે હોટલ કે ઢાબામાં ખાવા માટે જઈએ ત્યારે ભોજનની ગુણવત્તાને વધુ મહત્વ આપીએ છીએ. જો ગુણવત્તા સારી ન હોય તો બીજીવાર તે જગ્યાએ જતા નથી. હવે આવા ભોજન બાબતે તમે તરત ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ) માં
ફરિયાદ નોંધાવી શકો છો. પહેલી ઓક્ટોબરથી હોટલો અને ઢાબા માટે એક નિયમ ફરજિયાત કરાયો છે.
ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ સરકાર યોગ્ય રીતે કરી શકે તે માટે એફએસએસએઆઈએ ૧લી ઓકટોબરથી ખાવાના બિલ પર રજીસ્ટ્રેશન નંબર નોંધવાનું ફરજિયાત કર્યું છે.
એફએસએસએઆઈના સીઈઓ અરુણ સિંઘલે જણાવ્યું હતું કે આગામી મહિનાથી માલિકોએ ખાવાના બિલ ઉપર એફએસએસએઆઈનો લાયસન્સ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર હોવો જરૂરી રહેશે. આ નિયમ લાગુ થવાથી હોટલો વિરુદ્ધ ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.
You Might Be Interested In