Site icon

Rules Change: આજથી લાગુ થવા જઈ રહ્યા છે આ 6 મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર દેખાશે અસર! એક ક્લિકમાં જાણો..

Rules Change: ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ સંબંધિત નિયમો 1 જુલાઈ, 2024થી બદલાઈ ગયા છે. મોબાઈલ સિમ બદલ્યા બાદ મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે 7 દિવસ રાહ જોવી પડશે. 1 જુલાઈ, 2024થી તમારો મોબાઈલ રિચાર્જ કરવો પણ મોંઘો થઈ જશે. જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે અને તે લાંબા સમયથી ઉપયોગમાં લેવાતું નથી, તો તે 1 જુલાઈ, 2024 થી આપમેળે બંધ થઈ જશે.

Rules Change 6 Big Financial Rules Changes From July 2024 From Banking To Credit Card, Check The List

Rules Change 6 Big Financial Rules Changes From July 2024 From Banking To Credit Card, Check The List

News Continuous Bureau | Mumbai

Rules Change: વર્ષ 2024નો છઠ્ઠો મહિનો એટલે કે જૂન પણ પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં દેશમાં પહેલી જુલાઈ થી આજથી ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જેમાં એલપીજી સિલિન્ડર ની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. ચાલો જાણીએ આવા 5 મોટા ફેરફારો વિશે

Join Our WhatsApp Community

એલપીજી સિલિન્ડર ની કિંમત

19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30-31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તે આજથી 1 જુલાઈથી લાગુ થઈ ગયો છે. આ ઘટાડાની અસરથી કોમર્શિયલ એલપીજી યુઝર્સ જેમ કે રેસ્ટોરન્ટ માલિકો અને ઢાબા માલિકોને સસ્તા સિલિન્ડર મળશે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ક્રેડિટ કાર્ડ બિલિંગ

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ સંબંધિત નિયમો આજથી બદલાઈ ગયા છે. આ કારણે કેટલીક પેમેન્ટ એપ દ્વારા લાઈટ અને પાણી જેવા યુટિલિટી બિલની ચુકવણી કરવામાં સમસ્યા આવી શકે છે. વાસ્તવમાં આરબીઆઈએ 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પેમેન્ટ કરવાનું કહ્યું છે. આનો અર્થ એ થયો કે 1 જુલાઈથી તમામ બેંકોએ માત્ર ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા જ બિલની ચુકવણી થઇ શકશે.

બેંક ખાતું બંધ કરવામાં આવશે

જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો નથી, તો તે 1 જુલાઈથી કામ કરશે નહીં. બેંકે નોટિફિકેશનમાં કહ્યું છે કે 30 એપ્રિલ, 2024 સુધીમાં જે ખાતાઓ ત્રણ વર્ષથી અપડેટ નથી થયા તે બંધ કરી દેવામાં આવશે. ગ્રાહકોને અસુવિધાથી બચાવવા માટે બેંકે 30 જૂન, 2024ની સમય મર્યાદા નક્કી કરી હતી.

સરળતાથી સિમ પોર્ટ થશે

1 જુલાઈ 2024થી સિમ બદલ્યા બાદ મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે માત્ર 7 દિવસ રાહ જોવી પડશે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ મોબાઈલ ફોન નંબર દ્વારા છેતરપિંડી રોકવા માટે આ પગલું ભર્યું છે. પહેલા મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે 10 દિવસ રાહ જોવી પડતી હતી. જો યુનિક પોર્ટિંગ કોડ (UPC) ની વિનંતી સિમ બદલવાની તારીખથી સાત દિવસની સમાપ્તિ પહેલાં કરવામાં આવે, તો તે ફાળવવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો: Chiplun Crocodile : ચિપલુણ માં  અચાનક રસ્તા પર આવી ચડ્યો મહાકાય મગર, થંભી ગયા વાહન ચાલકો ; જુઓ વિડિયો..

NPS: વ્યવહારના એ જ દિવસે થશે પતાવટ

હવે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં સેટલમેન્ટ ટ્રાન્ઝેક્શનના એ જ દિવસે કરવામાં આવશે. તેનો અર્થ એ કે જે દિવસે રોકાણ કરવામાં આવશે તે દિવસે તેમને મૂલ્ય મળશે. આ 1 જુલાઈથી અમલમાં આવશે. જો રોકાણ સવારે 11 વાગ્યા સુધીમાં ટ્રસ્ટી બેંક સુધી પહોંચે છે, તો નેટ એસેટ વેલ્યુ એટલે કે NAV એ જ દિવસનું માનવામાં આવશે જે અત્યાર સુધી બીજા દિવસે થતું હતું.

 મોબાઈલ ટેરિફ મોંઘા થશે

જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ મોબાઈલ ટેરિફમાં 10%-21% વધારો કરવાની જાહેરાત કરી છે. જિયો અને એરટેલના મોબાઈલ રેટ 3 જુલાઈથી મોંઘા થઈ જશે. તો વોડાફોન આઈડિયા પણ 4 જુલાઈથી ટેરિફ મોંઘા કરશે.

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version