Site icon News Continuous Bureau | Mumbai

  Chiplun Crocodile : ચિપલુણ માં  અચાનક રસ્તા પર આવી ચડ્યો મહાકાય મગર, થંભી ગયા વાહન ચાલકો ; જુઓ વિડિયો.. 

   Chiplun Crocodile : ચિપલુણ શહેરના ચિંચનાકા વિસ્તારમાં એક વિશાળ મગર જોવા મળ્યો હતો. 

Chiplun Crocodile Massive Crocodile Ventures On City Road In Ratnagiris Chiplun Causing Panic Among Motorists

Chiplun Crocodile Massive Crocodile Ventures On City Road In Ratnagiris Chiplun Causing Panic Among Motorists

News Continuous Bureau | Mumbai

Chiplun Crocodile : તમે ઘરેથી બહાર ફરવા નીકળો અને તમારી સામે અચાનક રસ્તા પર 10 ફૂટ લાંબુ ભયાનક પ્રાણી રખડતું જોવા મળે તો? આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના રત્નાગીરી ના ચિપલુણ માં આવું જ બન્યું.  ચિપલૂણ ના ચિંચનાકા વિસ્તારમાં મગરનો રોડ પર રખડતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  રોડ પર મગરના રખડતાં આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે

Join Our WhatsApp Channel

 Chiplun Crocodile : જુઓ વાયરલ વિડીયો

મગરને નિર્ભયતાથી વિચરતા જોઈને લોકો ભયભીત થઈ ગયા. સાવચેતી રાખીને, કાર ચાલકોએ તેમની બારીઓ બંધ કરી દીધી હતી, જ્યારે અન્ય વાહનો ભાગી જતા જોવા મળ્યા હતા. નિર્ભયપણે ફરતો મગર, ત્યાં થઈ રહેલા અવાજથી પરેશાન ન થયો અને પોતાની ઈચ્છા મુજબ ચાલતો રહ્યો. દરમિયાન કારમાં બેઠેલા એક વ્યક્તિએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો. 

Chiplun Crocodile : આ નદીમાં મગરોની મોટી વસ્તી

કહેવામાં આવી રહ્યું છે કે આ મગર શિવ નદીમાંથી નીકળીને રસ્તા પર આવી ગયો હતો. શિવ નદીને મગરોનું ઘર કહેવામાં આવે છે. આ મગર એ પ્રજાતિનો એક ભાગ છે જે ખારા પાણીમાં રહે છે. તાજેતરમાં ચિપલુણ અને રત્નાગીરીમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો હતો અને મગરને રસ્તા પર ફરવાનો વારો આવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Supreme Court hears Shiv Sena symbol dispute અસલી શિવસેના કોની? સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ જારી, આગામી સુનાવણી માટે કોર્ટે આપી નવી તારીખ.
Credit card hacking fraud ક્રેડિટ કાર્ડ હેક થતાં પ્રોડ્યુસરે ગુમાવ્યા ₹૨.૪૩ લાખ, અંબોલી પોલીસમાં FIR
Mumbai gas bill cyber fraud મુંબઈમાં ગેસ બિલના નામે ₹૭૦,૦૦૦ ની ઠગાઈની તપાસમાં ₹૬૩ કરોડના સાયબર કૌભાંડનો ખુલાસો
Raj Bhavan fake letterhead scam રાજભવનના બોગસ પત્રોથી LTT ની ટ્રેનોમાં 3AC કન્ફર્મેશન મેળવવાનો પર્દાફાશ
Exit mobile version