News Continuous Bureau | Mumbai
સોમવારે કરન્સી માર્કેટમાં(currency market) ડોલર(Dollar) સામે રૂપિયો ઐતિહાસિક ઘટાડા સાથે બંધ થયો છે.
વિદેશી રોકાણકારોની(Foreign Investors) વેચવાલીને કારણે ડોલર સામે રૂપિયો 9 પૈસા નબળો પડીને પ્રથમ વખત રૂ. 79.98 પર બંધ રહ્યો છે.
એટલે કે રૂપિયો 80ના ગેપની ખૂબ નજીક બંધ થયો છે.
આજે લોકસભામાં(Loksabha) એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) સ્વીકાર્યું હતું કે ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે.
તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War,), ક્રૂડ ઓઈલમાં(Crude Oil) વધારો, વૈશ્વિક નાણાકીય સ્થિતિ(Global financial situation) તંગ થવાને કારણે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે.
આ સમાચાર પણ વાંચો : નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા એમડી અને સીઈઓના પદે આ અધિકારીની નિમણૂક- જાણો વિગત