News Continuous Bureau | Mumbai
ભારતીય રૂપિયો(Indian Rupee) આજે ફરી એકવાર ઓલ ટાઈમ લો(All time low) પર પહોંચી ગયો છે.
આજે શરૂઆતના કારોબારમાં યુએસ ચલણ(US currency) સામે રૂપિયો 30 પૈસા ઘટીને 77.55ના સ્તરે આવી ગયો છે.
આમ અમેરિકી ડોલરના(US dollar) મુકાબલે ભારતીય રુપિયામાં પ્રતિ ડોલરના હિસાબે સર્વાધિક નીચા સ્તર પર આવી ગયો.
આજે રુપિયો ખૂલ્યો ત્યારે ભારે ઘટાડા સાથે ખૂલ્યો અને કરન્સી માર્કેટ(Currency market) ખૂલતાની સાથે જ નીચલા સ્તર પર પહોંચી ગયો.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે રુપિયાએ 77.50ની તળિયાની સપાટી બનાવ્યા બાદ રિઝર્વ બેન્કની(RBI) દરમિયાનગીરીથી ઘટતો અટક્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર: બેંકના નિયમમાં થયો ફેરફાર, આટલી રકમથી વધુ રકમના જમા-ઉપાડ માટે હવે આ દસ્તાવેજો ફરજિયાત રહેશે.. CBDT એ બહાર પાડ્યું નોટિફિકેશન..