ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 જુન 2020
જિયો પ્લેટફોર્મ્સ મા 11 માં રોકાણકાર તરીકે સાઉદી અરેબિયાના પીઆઈએફ એ આરઆઇએલ મા પોતાની ભાગીદારી નોંધાવી છે.
પીઆઈએફ, વિશ્વની સૌથી મોટી ખાનગી સંપત્તિ ભંડોળ ધરાવતી કંપની છે. તે જિઓ પ્લેટફોર્મના 2.32 ટકા માટે 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. નોંધનીય છે કે રિલાયન્સ ડિજિટલ એકમે 9 સપ્તાહમાં જ વિશ્વના કેટલાક ટોચના ટેકનોલોજી રોકાણકારોને 24.7 ટકા હિસ્સાના બદલામાં રૂ. 1,15,693.95 કરોડ એકત્ર કર્યા છે.
RIL –ઓઇલ ટુ રિટેલ-ટુ ટેલિકોમ સમૂહ જેવા વિસ્તારમાં ફેલાયેલું છે… સાથે જ મૂવી, સમાચાર અને મ્યુઝિક એપ્લિકેશન્સ તેમજ ટેલિકોમ એન્ટરપ્રાઇઝ, જિઓ ઇન્ફોકોમ ચલાવનારી કમ્પની જીયોએ, વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી વધુ, સતત ભંડોળ ઉભું કરનારી કંપની બની છે. PIF દ્વારા અંદાજે 400 અબજ ડોલરની સંયુક્ત સંપત્તિની માલિકીનું રોકાણ, જિયો પ્લેટફોર્મ્સમાં કરવામાં આવ્યું છે. 4.91 લાખ કરોડનું ઇક્વિટી વેલ્યુએશન અને 5.16 લાખ કરોડનું એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન છે. જે રકમ ખાનગી ઇક્વિટીના જાયન્ટ્સ એલ.કેટરટન અને ટીપીજી દ્વારા કરવામાં આવેલા રોકાણોની નજીક છે.
જિયોમાં રોકાણની સૌ પ્રથમ શરૂવાત 22 એપ્રિલના રોજ ફેસબુક ઇંકએ 9.99 ટકા હિસ્સો ખરીદીને કરવામાં આવી હતી..ત્યાર બાદ સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાડાલા, સિલ્વર લેક પાર્ટનર્સ, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ટી.પી.જી, એલ. કાર્ટટન અને હવે પી.આઈ.એફ એમ કુલ 11 કંપનીઓએ હિસ્સેદારી ખરીદી રિલાયન્સ જીઓ મા પોતાનો વિશ્વાસ જતાવ્યો છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com