ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 જુલાઈ 2021
ગુરુવાર
દેશની અગ્રણી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિયમોમાં આજથી ઘણા મહત્ત્વના ફેરબદલ થયા છે. એમાં આજથી બેઝિક સેવિંગ બૅન્ક ડિપોઝિટ (BSBD) ખાતું ધરાવતા ગ્રાહકોને એક મહિનામાં ચારથી વધુ વખત નાણાં ઉપાડવા ચાર્જ ચૂકવવો પડશે. એ ઉપરાંત વર્ષમાં ફક્ત 10 ચેકવાળી એક જ ચેકબુક મફતમાં મળશે. એકથી વધુ ચેકબુક માટે ચાર્જ વસૂલ કરવામાં આવશે.
BSBD ખાતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એમાં વેલ્યુ ઍડેડ સર્વિસીસ માટે 15 રૂપિયાથી 75 રૂપિયા વસૂલાશે. BSBD ઍકાઉન્ટ હોલ્ડરો માટે નૉન ફાઇનાન્શિયલ અને ટ્રાન્સફર ટ્રાન્ઝેક્શન શાખાઓ, ATM, CDM (કૅશ ડિસ્પેન્ડિંગ મશીન) સેવા ફ્રી હશે.
આ ચાર સહકારી બૅન્કોને RBIએ ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ; જાણો વિગત
બૅન્કના કહેવા મુજબ એક મહિનામાં ચારથી વધુ વખત પૈસા કાઢવા પર 15 રૂપિયા (GST અલગથી) ચૂકવવા પડશે. આ નિયમ મુજબ બ્રાન્ચ અને ATMમાંથી ઉપાડવા પર આ ચાર્જ ચૂકવવો પડશે. વર્ષમાં ફકત 10 ચેકવાળી જ ચેકબુક મફતમાં રહેશે. એનાથી વધુ 10 ચેકવાળી ચેકબુક માટે 40 રૂપિયા (GST અલગથી) વસૂલાશે. જોકે વરિષ્ઠ નાગરિકો 10 ચેકથી વધુ ચેક વાપરશે તો તેમની પાસેથી ચાર્જ વસૂલાશે નહીં.