News Continuous Bureau | Mumbai
હાલમાં દેશમાં સાયબર ક્રાઈમ(Cyber Crime) વધી રહ્યો છે. ઘણા લોકો ATMમાંથી પૈસા કાઢતા(Money Withdrawing) સમયે પણ છેતરાયા છે. પરિણામે, દેશની સૌથી મોટી બેંક SBIએ તેના ગ્રાહકો માટે ATM માથી પૈસા કાઢવા માટેના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. ગ્રાહકો છેતરાઈ ન જાય અને ATMમાંથી સુરક્ષિત રીતે રોકડ ઉપાડી શકાય તે માટે SBI બેંકે કેટલાક નિયમોમાં(Bank rules) ફેરફાર કર્યા છે.
SBIના નવા નિયમ મુજબ જ્યારે તમે ATM પર જાઓ ત્યારે તમારે તમારો મોબાઈલ ફોન(Mobile phone) સાથે રાખવાનો રહેશે. કારણ કે ATMમાંથી પૈસા ઉપાડતી વખતે તમારા રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે. OTP નાખશો તો જ તમે પૈસા ઉપાડી શકો છો. SBI બેંકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
આનાથી સાયબર ક્રાઈમને રોકવામાં મદદ મળશે કારણ કે પૈસા ઉપાડતી વખતે મોબાઈલ પર OTP ઉપલબ્ધ થશે. આ નિયમ રૂ.10,000થી વધુ ઉપાડવા પર લાગુ થશે. 10,000 રૂપિયાથી ઓછી રકમ OTP વિના ઉપાડી શકાશે. SBI બેંકના ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે.
આ સમાચાર પણ વાંચો : ક્યાં જઈને અટકશે મોંઘવારી? CNGના ભાવમાં આજે ફરી ઝીંકાયો આટલા રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ.
SBI ATMમાંથી પૈસા ઉપાડતી વખતે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો રહેશે.
SBI ATMમાંથી પૈસા ઉપાડવા માટે, તમારે મશીનમાં તમારું ડેબિટ/ક્રેડિટ કાર્ડ(Debit / credit card) (ATM) દાખલ કરવું પડશે.
ત્યારબાદ દેખાતા OTP વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તમારા રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે. આ OTP ચકાસો.
OTP અને PIN ના સમાવેશ સાથે, તમે સરળતાથી ATM માંથી પૈસા ઉપાડી શકો છો. OTP ની ચકાસણી કર્યા પછી જ તમે રૂ.10,000 થી વધુ ઉપાડી શકશો.