Site icon

મહત્વના સમાચાર-SBIના ગ્રાહકો હવે પોતાની FD પર લઈ શકશે લોન- જાણો શું છે પ્રક્રિયા

News Continuous Bureau | Mumbai

જો તમને ઈમરજન્સીમાં લોન(Emergency loans) લેવાની જરૂરિયાત પડી તો તમારી માટે મહત્વના સમાચાર છે. જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(State Bank of India) (SBI)માં ખાતું છે અને તમારી પાસે આ બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ(Fixed Deposit) (FD) પણ છે, તો તમે તેના પર તમારી બેંક પાસેથી લોન  મેળવી શકો છો. જેનો તમે મુશ્કેલીના સમયમાં ઉપયોગ કરી શકો છો.

Join Our WhatsApp Community

SBIની વેબસાઈટ અનુસાર, FD સામે લોન લેવાની પાત્રતા ઘણી મર્યાદિત છે. કોઈપણ ભારતીય નાગરિક(Indian citizen) આ લોન મેળવી શકે છે. વ્યક્તિઓ ઉપરાંત, સ્વ માલિકી(self ownership), ભાગીદારી પેઢીઓ(Partnership firms), સંગઠનો અને ટ્રસ્ટો પણ FD સામે લોન લઈ શકે છે.

આ SBI લોનની સૌથી મહત્વની વાત એ છે કે તેમાં તમારો CIBIL સ્કોર જોવામાં આવશે નહીં. SBI તરફથી, તમે તમારી FDના કુલ મૂલ્યના 95 ટકા સુધી લોન તરીકે મેળવો છો. તમે તમારી FD ના 75 થી 90 ટકા સુધી સરળતાથી લોન લઈ શકો છો.

આ સમાચાર પણ વાંચો : અદાણીની અવિરત આગેકૂચ- ગૌતમ અદાણી બન્યા વિશ્વના ત્રીજા અમીર વ્યક્તિ – આ બિઝનેઝમેનને પણ છોડી દીધા પાછળ

તમારે SBIમાં FD સામે લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી(Processing Fee) ચૂકવવાની રહેશે નહીં. આમાં તમને ડિમાન્ડ લોન અને ઓવરડ્રાફ્ટ(Demand Loans and Overdrafts) બંનેની સુવિધા મળે છે. આ ઓનલાઇન ઓવરડ્રાફ્ટ(Online overdraft) માં તમે ઓછામાં ઓછી 5,000 રૂપિયાની લોન લઈ શકો છો. તમે આ પ્રકારની લોનમાંથી વધુમાં વધુ 5 કરોડ રૂપિયા લઈ શકો છો.

SBI પાસેથી ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન લેવા માટે તમારે કોઈ પણ પ્રકારની પેપરવર્ક કરવાની જરૂર નથી. તમે આ લોન માટે ઈન્ટરનેટ બેન્કિંગ(Internet Banking), SBIની મોબાઈલ બેન્કિંગ એપ(Mobile Banking App) Yono દ્વારા પણ અરજી કરી શકો છો. તેમજ તમે સીધો બેંક શાખાનો સંપર્ક(Bank branch contact) કરી શકો છો. FD સામે લોન માટે અરજી કર્યાના થોડા દિવસોમાં લોનની રકમ તમારા ખાતામાં જમા થઈ જશે.

SBIમાં, તમારે તેના વ્યાજ દર FDના દર કરતાં 1 ટકા વધુ ચૂકવવા પડશે. જો તમને FD પર 5 ટકા વ્યાજ મળી રહ્યું છે, તો તમારે લોન પર 6 ટકા વ્યાજ ચૂકવવું પડશે. આ લોન ખૂબ જ ઓછા વ્યાજ દરે મળશે. જેમ જેમ તમે લોન ચૂકવશો તેમ તેમ વ્યાજ દર ઘટતો જશે.
 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version