Site icon

ખુશખબર / હવે એટીએમ કે UPIની ઝંઝટમાંથી મળશે મુક્તિ, ઘરે બેઠા કાઢી શકશો રૂપિયા

આ એક પ્રકારની બેન્કિંગ સુવિધા છે, જેમાં તમે ATM અને UPI વગર ઘરે બેઠા રૂપિયા મેળવી શકો છો. જો કે તેના માટે તમારે નાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

SBI Doorstep Banking Service

ખુશખબર / હવે એટીએમ કે UPIની ઝંઝટમાંથી મળશે મુક્તિ, ઘરે બેઠા કાઢી શકશો રૂપિયા

News Continuous Bureau | Mumbai

SBI Doorstep Banking Service: શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમને રૂપિયાની ખૂબ જ તાતી જરૂર હોય, પરંતુ તે સમયે ન તો તમારી પાસે ATM કાર્ડ હોય અને ન તો તમારું UPI કામ કરતું હોય. આવી સ્થિતિમાં તમે પોતાને ફસાયેલા અનુભવો છો. પરંતુ આજે અમે તમારા માટે એવા સમાચાર લાવ્યા છીએ, જે આવી સ્થિતિમાં તમારા માટે મદદરૂપ સાબિત થશે. આ એક પ્રકારની બેન્કિંગ સુવિધા છે, જેમાં તમે ATM અને UPI વગર ઘરે બેઠા રૂપિયા મેળવી શકો છો. જો કે તેના માટે તમારે નાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

Join Our WhatsApp Community

એસબીઆઈની ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ (SBI Doorstep Banking Service)

હકીકતમાં, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ડોરસ્ટેપ સર્વિસની મદદથી તમે ઘરે બેઠા રૂપિયા ઉપાડી શકો છો, તે પણ ATM અને UPI વગર. બેંકે આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો એટલે કે વડીલો અને દિવ્યાંગો માટે શરૂ કરી છે. બેંકો આ સુવિધાના બદલામાં ગ્રાહકો પાસેથી કેટલાક ચાર્જ વસૂલે છે. આપને જણાવી દઈએ કે ડોરસ્ટેપ સર્વિસ અંતર્ગત બેંક વિકલાંગોને એક મહિનામાં ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી આપે છે. જ્યારે ત્રણથી વધુ ટ્રાન્ઝેક્શન માટે 75 રૂપિયા અને GST ચૂકવવો પડશે. આ ચાર્જ ફાઈનેન્શિયલ અને નોન-ફાઈનેન્શિયલ સર્વિસ માટે હોય છે.

આ સમાચાર પણ વાંચો: અદાણી ગ્રુપ આપી રહ્યું છે કમાણીની શાનદાર તક, 27 જાન્યુઆરીના રોજ ઓપન થશે FPO: ચેક કરો ડિટેલ્સ

આ યોજનાનો લાભ લેવા માટે, તમારે પહેલા SBI ડોરસ્ટેપ સર્વિસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેના માટે તમારા મોબાઈલ ફોન પર ડોરસ્ટેપ બેન્કિંગ એપ ડાઉનલોડ કરવી પડશે. હવે એપમાં મોબાઈલ નંબર દાખલ કરો. OTP સબમિટ કર્યા પછી, નામ, ઈ – મેઈલ અને પાસવર્ડ જેવી તમારી વિગતો દાખલ કરવા જેવી ઔપચારિકતાઓ પૂર્ણ કરો. સર્વિસ માટે રજિસ્ટ્રેશન કર્યા પછી ડોરસ્ટેપ બેન્કિંગ એપ્લિકેશન તમને એક મેસેજ મોકલશે. જેમાં તમને મળેલા PIN અને અન્ય માહિતી દ્વારા લોગ ઈન કરી શકો છો.

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version