SBI FD Rates: તમારા કામનું… આ સરકારી બેંક એ ગ્રાહકોને આપી ભેટ, વધાર્યુ FD પર વ્યાજ, જલ્દી ચેક કરો દર..

SBI FD Rates: FD પરના નવા વ્યાજ દરો આજથી લાગુ થઈ ગયા છે. બેંકે 46 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી થાપણો પર FD વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે તેને 4.75 ટકાથી વધારીને 5.50 ટકા કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે, બેંકે આ સમયગાળા માટે FD પર વ્યાજ દર 5.25% થી વધારીને છ ટકા કર્યો છે.

by kalpana Verat
SBI FD Rates State Bank of India hikes fixed deposit rates by up to 75 bps

News Continuous Bureau | Mumbai

SBI FD Rates: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ તેની ફિક્સ ડિપોઝિટ સ્કીમના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. ભારતીય સ્ટેટ બેંકે રૂ. 2 કરોડથી ઓછી અને રૂ. 2 કરોડથી વધુની બંને FD સ્કીમ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, નવા દરો બુધવાર, 15 મે, 2024થી અમલમાં આવી ગયા છે. SBIએ રૂ. 2 કરોડથી ઓછીની FD સ્કીમ પરના વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. ( SBI Hikes FD rates

SBI FD Rates:  FD સ્કીમ પર 75 બેસિસ પોઈન્ટનો વધારો

બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝીટ માટે FD સ્કીમ પરના વ્યાજ દરોમાં મોટો ફેરફાર કર્યો છે. બેંકે સાતથી 45 દિવસની મુદત માટે બલ્ક ડિપોઝીટ પરના વ્યાજ દરમાં 25 ટકાનો વધારો કર્યો છે. હવે તેમને પાંચ ટકાના બદલે 5.25 ટકા વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ 5.50 ટકાથી વધારીને 5.75 ટકા કરવામાં આવ્યું છે. તેવી જ રીતે 46 દિવસથી 179 દિવસની મુદત માટે 5.75 ટકાના બદલે 6.25 ટકા વ્યાજ મળશે. બેંકે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ 6.25 ટકાથી વધારીને 6.75 ટકા કર્યું છે.  

SBI FD Rates:  બલ્ક FD સ્કીમ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો  

એટલું જ નહીં બેંકે 180 થી 210 દિવસની બલ્ક એફડીના વ્યાજ દરોમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે તે સામાન્ય ગ્રાહકોને 6.50 ટકાના બદલે 6.60 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.00 ટકાના બદલે 7.10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંકે 1 થી 2 વર્ષની બલ્ક FD સ્કીમ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે તે આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. તે જ સમયે, 2 થી 3 વર્ષની FD પર 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ હવે સામાન્ય ગ્રાહકોને 7 ટકા વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોના મતે આ છે અકાળ મૃત્યુના મુખ્ય કારણો… જાણો વિગતે..

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Join Our WhatsApp Community

You may also like