News Continuous Bureau | Mumbai
જો તમે વરિષ્ઠ નાગરિક (Senior citizen) છો અને તમે તમારા પૈસા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરીને વધુ વળતર મેળવવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે.
SBIએ ફરી એકવાર વરિષ્ઠ નાગરિકો માટે તેની વિશેષ ફિક્સ ડિપોઝિટ સ્કીમ લંબાવી છે. દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBI એ વરિષ્ઠ નાગરિકો માટે તેની વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ 'SBI Wecare' ને આવતા વર્ષે 31 માર્ચ, 2023 સુધીવરિષ્ઠ નાગરિકો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની વિશેષ FD યોજના 'SBI Wecare' 5 વર્ષ અને તેથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) પર વધારાના 30 બેસિસ પોઇન્ટ નું વ્યાજ ઓફર કરે છે.
SBI સામાન્ય નાગરિકોને 5 વર્ષની FD પર 5.65% વ્યાજ આપે છે. પરંતુ આ વિશેષ યોજના હેઠળ, બેંક વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ માટે FD પર 6.45% વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિકો માટે SBIની આ વિશેષ FD સ્કીમનો દર 8 જાન્યુઆરી 2021થી લાગુ થશે.SBI એ 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર 'ઉત્સવ ડિપોઝિટ' નામની નવી ટર્મ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે.આ યોજના હેઠળ, SBI ફિક્સ્ડ ડિપોઝિટના થાપણદારોને 6.1% વ્યાજ ચૂકવશે.
આ સમાચાર પણ વાંચો : સોનું ખરીદવાની શ્રેષ્ઠ તક – સોના અને ચાંદીની કિંમતમાં થઇ વઘ ઘટ – જાણો લેટેસ્ટ ભાવ
આ ઑફર 75 દિવસ માટે માન્ય છે જે 30 ઑક્ટોબર 2022ના રોજ સમાપ્ત થાય છે. આ FD સ્કીમના દર 15 ઓગસ્ટથી લાગુ થશે. SBIએ 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત માટે રૂ. 2 કરોડ સુધીની FD પર વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો(Basis Points) વધારો કર્યો છે. વધેલા નવા દરો 13 ઓગસ્ટથી લાગુ થઇ ગયા છે. SBI હવે સામાન્ય નાગરિકોની FD પર 2.90% થી 5.65% સુધીનું વ્યાજ ચૂકવશે. તે જ સમયે, હવે બેંક વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી FD પર 3.40% થી 6.45% સુધી વ્યાજ આપશે.